મોટી વિરાણી (તા. નખત્રાણા) તા. 14 : મંગવાણાથી માંડવી જતાં ધોરીમાર્ગ
પર અંતર બતાવતા માઈલસ્ટોન દુરસ્ત કરવાની જરૂર હોવાનું જણાવાયું હતું. આ માર્ગ પર બંને
બાજુ મોટા ભાગના માઈલસ્ટોન જમીનદોસ્ત પડયા હોવાનું તેમજ ઊભા પડેલા માઈલસ્ટોન પર અંતર
દર્શાવતા આંકડા સાવ ભુંસાઈ ગયા હોવાની ફરિયાદ કરાઈ હતી. લોકો નકશાના આધારે અંતરનું માપ કાઢી લે છે, પરંતુ નિયમાનુસાર અને પસાર થતા લોકોની સગવડતા
માટે માઈલસ્ટોનની મરંમત કરવાની માંગ કરાઈ હતી. મંગવાણાથી માંડવી જતાં માર્ગ પરના માઈલસ્ટોનને
તંત્ર દ્વારા સુવ્યવસ્થિત કરી અંતરના આંકડા લખે તેની અગત્યતા રજૂ કરાઈ હતી.