નલિયા, 14 : અબડાસા તાલુકાના મુખ્ય મથક
નલિયા ખાતે વિકાસલક્ષી કામોની હારમાળા સર્જતા ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાના હસ્તે
કુલ 6.44 કરોડના ખર્ચે બનનારા બે મહત્ત્વના
માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વીર અબડા દાદા સર્કલથી બસ સ્ટેશન સુધીના
માર્ગને 5.34 કરોડના ખર્ચે ચારમાર્ગીય બનાવવામાં
આવશે, જ્યારે નલિયા બસસ્ટેશનથી છાડુરા તરફ જતો માર્ગ
1.10 કરોડના ખર્ચે તૈયાર થશે. ખાતમુહૂર્ત બાદ નલિયાના વેપારી એસોસિએશન, વિવિધ સામાજિક સંસ્થાઓ અને વિવિધ સમાજો દ્વારા
ધારાસભ્યનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય જાડેજાએ અબડાસામાં ચાલી રહેલા વિકાસકામોની વિગતો આપી
હતી. તાલુકા ભાજપ પ્રમુખ જયદીપાસિંહ જાડેજાએ નલિયા આઈસીઆઈસીઆઈ બેંક પાસે મહારાણા પ્રતાપનું
સ્ટેચ્યુ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ધારાસભ્યના પ્રયાસોથી નલિયામાં વિકાસ પથ માર્ગ અને કરોડોનાં કામો હાલ પ્રગતિમાં
છે. મંચ પર ભરતાસિંહ જાડેજા, જિલ્લા મંત્રી પરેશભાઈ ભાનુશાલી, બાર એસો. પ્રમુખ લાલજીભાઈ કટુઆ, વેપારી એસો.
પ્રમુખ હકુમતાસિંહ જાડેજા, પરેશાસિંહ જાડેજા, ઓધવરામ સત્સંગ મંડળના હરિભાઈ ભાનુશાલી, ક્ષત્રિય સમાજના
પ્રમુખ શૈલેન્દ્રાસિંહ જાડેજા, મૂળરાજ ગઢવી અને પુરુષોત્તમ મારવાડા
સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કાનજીભાઈ ગઢવી, વિનેક ડાભી, દિનેશ ચાંદ્રા, જનક
જોશી, તારાચંદ ઠક્કર, નારાયણ સિંધી,
મૂળજી સેજપાલ, દુષ્યંતાસિંહ જાડેજા, વાલજી ભાનુશાલી, મામદ સંઘાર, રાજુભા
જાડેજા, ગોપાલાસિંહ જાડેજા, નલિયા સરપંચ
રામજીભાઈ કોલી સહિતના વેપારીઓ અને સામાજિક - રાજકીય આગેવાનો વિવિધ ગામોના સરપંચો મોટી
સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા મહામંત્રી ગોપાલ ગઢવીએ
કર્યું હતું, જ્યારે આભારવિધિ સૈયદ કાદરશા બાવા દ્વારા કરવામાં
આવી હતી.