• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

આદિપુરમાં રામકૃષ્ણ મઠ દ્વારા એક વર્ષમાં સ્વામી વિવેકાનંદ વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર કાર્યરત કરાશે

ગાંધીધામ, તા. 26 :  સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આપને એવા શિક્ષણની જરૂરીયાત છે કે પોતાના પગ ઉપર ઉભા રહી શકે આર્થિક રીતે સ્વવિકાસ કરી શકે અને દેશ માટે  સેવા કરી શકે તેવા શિક્ષણની જરૂરીયાત છ.તેને અન્વયે આદિપુરમાં બેલુર મઠ સંચાલીત રામકૃષ્ણ મઠ દ્વારા  આજે વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરનું ખાતુમુહુર્ત કરાયું હતું. સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિસ્ટન્ટ સેક્રેટરી  સ્વામી બલભદ્રાનંદજી મહારાજે ના હસ્તે સ્વામી વિવેકાનંદ વોકેશનલ ટ્રાનિંગ સેન્ટર નું ભૂમિ પૂજન  કરાયું હતું.  આજે જયાર બેરોજગારીની સમસ્યા  વધી રહી છે.  સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓ બેરોજગાર છે ત્યારે  મોબાઈલ રીપેરીંગ, સહીતના ટુંકા ગાળ.ાના અભ્યાસક્રમો થકી રોજગારી મેળવે તેવા  વિષયોની તાલીમ આપવામાં અવશે. આ સેન્ટરમાં યુવા ભાઈ બહેનો માટે સ્વરોજગારી માટેના ટ્રાનિંગ કોર્સ ચાલશે જેમાં બહેનો માટે સીવણ ક્લાસ મડ વર્ક, દોરી વર્ક , કુશન વર્ક, મહેંદી ક્લાસ  તેમજ  ભાઈઓ અને બહેનો માટે કોમ્પ્યુટર ક્લાસ, ટેલી ક્લાસ, ડીઝાઈનીગ ક્લાસપ્લમ્બીગ, કારપેન્ટીગ , ડ્રાઈવિંગ વિ કોર્સ શરૂ થશે.   એક  વષના સમય ગાળામાં આ કેન્દ્ર  કાર્યરત થઈ જશે તેવી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રામકૃષ્ણ કુટ્ટી અલમોડા ના સ્વામી ધ્રુવેશાનંદજી , રામકૃષ્ણ આશ્રમ , રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ મહારાજ, વડોદરા ,લીમડી અમદાવાદ અને ભુજના સ્વામીજીવો હાજર હતા તેમ જ ધનેશ્વર મહારાજ જખાભાઈ આહીર મુકેશભાઈ ભાભર પ્રમેશભાઈ વેદ તથા બહોળી સંખ્યામાં ભક્તો વગેરે ભાગ લીધો  તેવું આદિપુર રામકૃષ્ણ મઠના અધ્યક્ષ મંત્રેશાનંદજી મહારાજે જણાવ્યું હતું.  

Panchang

dd