ભુજ, તા. 26 : સંજોટનગર (રુદ્રમાતા)ના કરણ
ભોજા મારવાડાને ડિજિટલ આર્ટિસન એવોર્ડ ઓફ ઈન્ડિયા-2025થી સન્માનિત કરાયા હતા. પરંપરાગત કચ્છી ચામડાકલા અને ડિજિટલ
યુગને જોડવાના તેમના પ્રયાસોને આ સન્માન અપાયું છે. 15 નવેમ્બરે હૈદરાબાદમાં યોજાયેલા
સભારંભમાં કરણ મારવાડાને આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. દેશભરના અનેક પ્રતિભાશાળી
કલાકારોમાંથી તેમની પસંદગી કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન અનેક રાજ્યના કલાકારોને
તેમના ઉત્તમ સર્જનકાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. કરણ મારવાડાએ જણાવ્યું કે, આ એવોર્ડ તેમના માટે ગૌરવની ક્ષણ છે. તેમની
કળા પ્ર્રત્યેની સમર્પણ, નવીનતા અને પરંપરાગત કચ્છી ચામડાકલાને
વૈશ્વિક સ્તરે પહોંચાડવાની ઈચ્છાએ તેમને આ મંચ સુધી પહોંચાડયા છે. સ્થાનિક લોકોના સહકારને
પણ તેમણે ખાસ યાદ કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિઓ તેમજ વરિષ્ઠ
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.