• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

ગઢશીશામાં જીએમડીસી દ્વારા આરોગ્યલક્ષી સાધનો અપાયાં

ગઢશીશા, તા. 26 : ગઢશીશા જી.એમ.ડી.સી. દ્વારા અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રને લોકોની સુખાકારી માટે રૂા. ત્રણ લાખની કિંમતના અદ્યતન પ્રસાધનો અર્પણ કરાયાં હતાં. જી.એમ.ડી.સી. દ્વારા દાંત વિભાગ માટે પોર્ટેબલ એક્સ-રે (છટઋ) ઈન્ડો મોટર સાધન જેનાથી દર્દીના દાંતના એક્સ-રે અને રૂટકેનાલ થેરાપી થઈ શકે અને ફિઝિયોથેરાપી વિભાગ માટે ડમ્બલ સેટ, ઈંછછ લેમ્પ, ઈઙખ યુનિટ, ટ્રેડમીલના સાધનો અર્પણ ઠરાયા છે. જી.એમ.ડી.સી. દ્વારા ગઢશીશા દ્વારા ગઢશીશા ખાતે અમુક વર્ષોમાં બીજી મોટી સખાવત કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. આ સાધનો અર્પણ પ્રસંગે ગઢશીશા જી.એમ.ડી.સી.ના પ્રોજેક્ટ મેનેજર સિદ્ધાર્થ ભંડેરીએ જરૂરતમંદ લોકોને આ સેવાનો લાભ લેવાની અપીલ કરી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર વતી મુખ્ય તબીબી ડો. મદનજી પ્રસાદે આભાર વ્યક્ત કર્યો હતો. સરપંચ કોમલબેન ગોસ્વામી, જી.એમ.ડી.સી.ના ડો. આનંદકુમાર ઠાકોર, ડો. રાજ પટેલ, વહીવટી અધિકારી ગોવિંદસિંહ સોઢા, જી.એમ.ડી.સી.ના મહોબ્બતસિંહ માણેક, વિશાલ હીરાણી, જિ.પં. સદસ્ય કેશવજી રોશિયા, તા.પં. સદસ્યો, હરેશભાઈ રંગાણી, ઝવેરબેન ચાવડા, રોગી કલ્યાણ સમિતિના સુનીલભાઈ ચોથાણી, ઉમેશભાઈ ઉમરાણિયા, ડો. નિમેશ પ્રસાદ, ડો. ભારવી ગોસ્વામી, સીએચસીના અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત  રહ્યા હતા. 

Panchang

dd