• સોમવાર, 20 મે, 2024

દેશમાં 1000 ટ્રક સામે માત્ર 430 ચાલક : કાયદાના ડરથી વ્યવસાય છોડી રહ્યા છે

ગાંધીધામ, તા. 8 : મુંબઈ ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન દ્વારા બે દિવસીય બેઠક યોજાઈ હતી, જેમાં હિટ એન્ડ રન કાયદાના મુદે ચર્ચા?હાથ ધરવામાં આવી હતી.  બેઠકમાં ભારતીય કોડ 106/2 તરીકે  ઓળખાતા હિટ એન્ડ રનના કાયદામાં ડ્રાઈવરને અકસ્માત થાય તો 10 લાખનો દંડ અને 5 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે. અકસ્માતના કિસ્સામાં પોલીસને જાણ કરવી એવિડન્સ એકટનો ભંગ છે. જયારે વિકસિત દેશોમાં રોડ બનાવવાની સાથે સાથે  આવો કોઈ કાયદો નથી તેમજ વિકસિત  દેશોમાં નાના-મોટા વાહનો માટે અલગ-અલગ લાઈનો બનાવી છે. કાયદામાં રસ્તાની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય કોઈની ભૂલ જેવા કે, રોડને નુકસાન, રોડ ફિનીશીંગનો અભાવ  વગેરેનો  થાય  છે. હાઈવે મુદે સરકાર જવાદારી લેતી નથી. રસ્તા ઉપર અચાનક પશુઓ આવી જવાથી કોઈ પણ પ્રકારના  અકસ્માતનો  દોષ સીધો ડ્રાઈવર પર જાય છે. મોબ લિંચિંગના મામલામાં સરકાર કે વીમા કંપની પરિવારો શું આપશે તે અંગે કાયદામાં કોઈ ઉલ્લેખ નથી. એક અહેવાલ અનુસાર 1980માં ભારતમાં દર 1000 વાહન પાછળ 1360 ડ્રાઈવર હતા. જયારે અત્યારે દર 1000 વાહન માટે 430 ડ્રાઈવર બાકી છે. તેમાંય કાયદાના કારણે ડ્રાઈવરો વ્યવસાય છોડી રહયા છે. જેની પરિવહન ઉદ્યોગને અસર પડશે. મુંબઈ ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છ જનરલ મજદૂર સંઘના પ્રમુખ સંતોષ મિશ્રા, યુનિયનના વાહન વ્યવહાર વિભાગના પ્રમુખ દિલબહાદુર ભગતે ભાગ લીધો હતો. વેળાએ કચ્છમાં કામ કરતા ડ્રાઈવરોને એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સમાં સમાવી લેવા સહિતના મુદે મનોમંથન હાથ ધરાયું હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang