• સોમવાર, 20 મે, 2024

મનફરા પ્રાથમિક શાળાના શિક્ષિકાને પ્રેરણાદાયી મહિલાનો એવોર્ડ

ભચાઉ, તા. 8 : શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સુંદર કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાયન્સ ક્લબ-ભચાઉ દ્વારા મનફરા કુમાર પ્રાથમિક શાળાના શિક્ષિકાને પ્રેરણાદાયી મહિલાનો એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.  મનફરા કુમાર પ્રાથમિક શાળાનાં શિક્ષિકા જિગીષાબેન જયંતીભાઈ રાઠોડને મહિલા દિવસે ફોર્થ ક્રીન એજ્યુકેશન અને પંડિત ધરમપ્રકાશ શર્મા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત નેજા હેઠળ મહિલા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દેશભરની વિવિધ રાજ્યોમાંથી જુદા-જુદા ક્ષેત્રે કામ કરતી 35 મહિલાની સિઝન-4 પ્રેરણાદાયી મહિલા પુરસ્કાર પોસ્ટ દ્વારા મોકલાવામાં આવ્યા હતા,  તેમને ઓફલાઈન પ્રોફાઈલ અને ઓનલાઈન વાટિંગના આધારે ઇન્સ્પાયરિંગ વુમન એવોર્ડ મળ્યો છે. પ્રસંગે લાયન્સ ક્લબ ભચાઉના પ્રમુખ ડો. ધર્મેન્દ્ર પરમાર અને પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ દ્વારા ભવિષ્યમાં પણ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી શિલ્ડ અપાયું હતું. સન્માન કાર્યક્રમમાં મંત્રી યુધિષ્ઠિરભાઈ માહેશ્વરી, કેતનસિંહ જેઠવા, સતીશ મહેતા, અજિતસિંહ જાડેજા, ચંદ્રેશભાઈ ગુસાઈ, ભરતભાઈ ભટ્ટ, જેન્તીભાઈ શાહ, સુરેશ મહેતા અને લાયન્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang