• સોમવાર, 20 મે, 2024

માંડવીની સંસ્થા દ્વારા 12 વર્ષથી ગાયોને નીરણ આપવાની ચાલી રહેલી પરંપરા

માંડવી, તા. 8 : અહીંની વેપારી સંસ્થા ચેમ્બર ઓફ?કોમર્સ દ્વારા સતત 12મા વર્ષે જીવદયા કાજે ગાયોને લીલાચારા નીરણ કેન્દ્રનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સેવાકીય સંસ્થાઓ તથા જરૂરતમંદ ગામડાઓના ખેડૂતો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરતા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ જણાવ્યું કે, માંડવી ચેમ્બર જીવદયાનું કામ લાંબા સમયથી કરે છે, તેમ છતાં સંસ્થા સરકાર તથા વેપાર-ધંધા કાજે બહાર વસતા કચ્છીઓ પાસેથી બિનખેડાયેલી જમીન મેળવીને ગાયો માટે ઘાસચારો ઉત્પાદન કરે તો સંસ્થાને તથા ગાયોને ખૂબ ઉપયોગી થશે. દાતાઓના સહારે નહીં રહેવું પડે, તેમણે ચેમ્બરને ગાયોના લીલાચારા માટે રૂા. એક લાખનો ચેક અર્પણ કર્યો હતો. બાદમાં 21000 કિલો ચારો ભરેલી ચાર ગાડીને ઝંડી બતાવી પાંજરાપોળમાં રવાના કરી હતી. દીપ પ્રાગટય બાદ માંડવી ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશીએ સ્વાગત પ્રવચનમાં સેવાકીય સંસ્થાના આગેવાનો તથા ગ્રામ્યવાસી ખેડૂતો અને માલધારીઓને આવકારતાં જણાવ્યું હતું કે, અમારી ટીમ સતત 12મા વર્ષે ઉનાળાની કાળઝાળ આગ ઓકતી લૂમાં 20 હજારથી અધિક ગાયમાતાને 90 દિવસ દરમ્યાન 350 ગાડી દ્વારા 20 લાખ કિલો, રૂપિયા 70 લાખની માતબર રકમ દાતાઓની સખાવતથી નીરણ કેન્દ્રો  પર લીલોચારો મોકલવાની ગણતરી છે. સહયોગી દાતા પૂર્વ નગરપતિ રસિકભાઇ દોશીએ પ્રમુખ વાડીલાલભાઈ, પ્રો. ચેરમેન નવીન બોરીચા તથા ચેમ્બરની સમગ્ર?ટીમને ધન્યવાદ આપ્યા હતા. માનદમંત્રી નરેન્દ્રભાઇ સુરુએ પ્રાસંગિક પ્રવચનમાં ચેમ્બરની સેવાકીય કાર્યોની જાણકારી આપતાં જણાવ્યું કે, ચેમ્બર જીવદયાનાં કાર્યો માત્ર ઉનાળાના 75 દિવસ કરે છે. પ્રારંભે મહાનુભાવો ચંદ્રસેન કોટક, અરવિંદભાઇ?ગાલા, નવીનભાઇ બોરીચાએ બહુમાન કર્યું હતું. દાતા પરિવારના શીલાબેન રાજેશ શાહ, રાજેન્દ્રભાઇ શાહ, વિઠ્ઠલભાઇ સોની, પૂર્વેશ સોનીનું ગૌસેવા બદલ બહુમાન મહિલા મંડળના પ્રમુખ પ્રતિમાબેન દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીપકભાઇ પંડયા, કિરણભાઇ સંઘવી, દિનેશભાઇ શાહ, ભરતભાઇ જોષી, હીરજીભાઇ કારાણી, જુગલભાઇ સંઘવી, વિનયભાઇ ટોપરાણી, મુલેશભાઇ દોશી, જયેશભાઇ શાહ, ચાંદુભાઇ જાડેજા, ધનરાજ ગઢવી, ભરત ગાંધી, ગોરધન પટેલ હાજર રહ્યા હતા. સંચાલન ટ્રસ્ટી રાજેશ દોશી તથા આભારવિધિ અરવિંદભાઇ શાહે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang