• સોમવાર, 20 મે, 2024

કાલે કલા સંસ્થા દ્વારા `ગમતીલું ગરવું ગુજરાત' કાર્યક્રમ

ભુજ, તા. 8 : ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ભુજની જાણીતી કલા સંસ્થા સાંનિધ્યના ઉપક્રમે ગુજરાતના સ્થાપનાદિનના ઉપલક્ષમાં ગુજરાતી ગીતોનો કાર્યક્રમ `ગમતીલુ ગરવું ગુજરાત'નો કાર્યક્રમ તારીખ 10/5ના સાંજે 6:30 કલાકે હોસ્પિટલ રોડ ખાતે બાબાસાહેબ આંબેડકર હોલમાં યોજાશે. સંસ્થાની યાદીમાં જણાવ્યા અનુસાર ભુજના જાણીતા સુગમ સંગીતના કલાકારો ભારતેન્દુ માંકડ, પ્રગતિ વોરા, ઉદ્દિશ વોરા, હરમન ઝાલા દ્વારા ગુજરાતના ગૌરવ સમા ગુજરાતી ગીતોનો સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમનું સંચાલન અર્ચના ચૌહાણ  કરશે. સુગમ સંગીતપ્રેમીઓએ કાર્યક્રમમાં હાજરી આપવા સંસ્થાના પ્રમુખ પંકજ ઝાલાએ ઇજન આપ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang