• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

દેશવ્યાપી આવકવેરા તપાસના તાર કચ્છ સુધી લંબાયા

ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ/ગાંધીધામ, તા. 18 : આવકવેરા તંત્ર દ્વારા લાંબા સમય બાદ આદરાયેલી દેશવ્યાપી તપાસના તાર કચ્છ સુધી લંબાયા છે. આ સંદર્ભે ગુજરાતના શહેરો ઉપરાંત  કચ્છમાં ગાંધીધામ અને મુંદરા ખાતે કચેરીઓ, બેન્ક ખાતા સહિતના અનેક સ્થળે તપાસ આદરવામાં આવી હોવાના અહેવાલો સાંપડયા હતા. આ કાર્યવાહીના પગલે શિપિંગ ક્ષેત્રમાં ભારે ચકચાર પ્રસરી છે. ત્રણ વર્ષથી ચાલતી તપાસ આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ કરચોરીઓ પકડવા માટે ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા ત્રણ વર્ષથી કવાયત આદરવામાં આવી છે. દેશની સંખ્યાબંધ એન્ટિટિ નજરમાં આવી છે કે જે સરકારી નિયમના છીંડા શોધી વિદેશથી આવતા પૈસા કરતાં ઓછી આવક બતાવી અથવા ઓછી આવક રિટર્ન ફાઈલ કરી મોટાપાયે ટેક્સની ચોરી કરતી હોવાનું દેશવ્યાપી કૌભાંડ બહાર આવતાં સંખ્યાબંધ ખોખા કંપની અને કન્સલ્ટિંગ ચાર્જ, ઓછા ફ્રેટ બતાવતી હોય એવી ગુજરાતની પણ કેટલીક સરહદી વિસ્તારની કંપનીઓ પર દરોડા પડયા છે. આવક-જાવકનો મેળ નહોતો ખાતો દિલ્હી ઈન્ક્મટેક્સની ઓફિસે શરૂ કરેલી આ દરોડાની કાર્યવાહી અંગે વિગતો આપતાં ઇન્કમટેક્સ દિલ્હીના એક ઉચ્ચ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, છેલ્લા કેટલાક સમય પહેલાં અમારી પાસે ચેરિટેબલ ટ્રસ્ટને નામે વિદેશમાંથી આવતા પૈસામાં ઓછી આવક બતાવી એનું ફોર્મ 15સીબી ભરતા હતા, અમારી ત્રણ વર્ષના રિટર્નની ફાઈલ જોતાં આ દેશ વ્યાપી કૌભાંડ હોવાનું બહાર આવ્યુ હતું, પણ એની સાથે-સાથે દેશની અંદર કેટલીક `ખોખા' કંપની પણ બહાર આવી હતી, જે લોકો વિદેશમાંથી ફંડ લેતા હતા અને એમનું  ટર્નઓવર નાનું હતું અને વિદેશથી આવેલા પૈસા વધુ હતા એટલે આવક અને જાવકનો મેળ ખાતો નહોતો. કંપનીઓ હતી જ નહીં કંપનીઓના એડ્રેસ તપસ્યા તો એડ્રેસ પર આવી કોઈ કંપની જ નહોતી એટલે ઘણી ખોખા કંપની હતી એટલે અમે એમનું ઈન્ક્મટેક્સનું 15સીબી/ 146 ફોર્મ  ભરનાર પ્રોફેશનલ ઉપર સકંજો કસ્યો, તો વિદેશથી મોટાપાયે પૈસા લાવનાર દેશવ્યાપી 394 સંસ્થા પર 18 ઓગસ્ટથી દરોડા પડયા છે, જેમાં સરહદી વિસ્તારમાં આવેલી 117 કંપની છે, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની કેટલીક કંપની અને `ખોખા' કંપનીઓ પણ છે. 117 કંપનીમાં તપાસ ઈન્ક્મટેક્સના દરોડા ચાલુ હોવાથી ઈન્ક્મટેક્સના ટેકનિકલ પ્રોસિજરના કમિશનર વી. રાજિયાએ જન્મભૂમિ સાથે 117 સરહદી વિસ્તારની કંપનીમાં પડેલા દરોડામાં કચ્છ અને સૌરાષ્ટ્રની કંપનીઓ છે, પણ કાર્યવાહી ચાલુ હોવાથી એની વિગતો આપી શકાય એમ નથી, પણ આ કંપનીઓ પાસે મોટાપાયે વિદેશથી સોફ્ટવેર, ફ્રેટ, નૂર ભાડું અને કાન્સ્ટેનસીના નામે વિદેશથી પૈસા મેળવતા હતા. વિદેશમાં કન્સલટન્સીની આવક 44એડીએ હેઠળ કરપાત્ર છે, પણ એમાં ગોટાળા જણાતાં આ દરોડા પડયા છે, અહીંથી તમામ સોફ્ટવેર અને ઇલેક્ટ્રોનિક ડેટા ભેગા કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે. કચ્છમાં 25 જેટલા સ્થળે તપાસ દરમ્યાન ગાંધીધામ અને મુંદરામાં આજે સવારથી જ દિલ્હી આવકવેરાની ટુકડીની જુદી-જુદી ટીમો દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા. આજે સવારથી જ બંને શહેરમાં શિપિંગ કંપની ઉપરાંત નાણાકીય વ્યવહારો થયા તે બેન્કો અને શિપિંગ કંપનીઓના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કચેરીઓમાં રહેણાક કંપનીઓ સહિત 20થી 25 સ્થળે તપાસ કરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. મુંદરામાં જમીન વ્યવસાયના ધંધાર્થી અને શિપિંગ કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં આવકવેરા સાથે અન્ય કેન્દ્રીય એજન્સીઓ તપાસમાં જોડાઈ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કચ્છમાં હજારો-કરોડો રૂપિયા વિદેશથી મેળવી લેવાયા છે. મેળવાયેલી રકમમાંથી 50 ટકા જેટલી રકમના દસ્તાવેજો પણ આવકવેરા વિભાગને હાથ લાગ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ લખાય છે ત્યારે મોડી રાત્રિ સુધી તપસ જારી છે. શિપિંગ કંપનીઓમાં કામ કરતા લોકોના નામે બોગસ કંપની ખોલી તેમના એકાઉન્ટ ભાડે લઈને કરવેરા ચોરીનો કારસો રચાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Panchang

dd