• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

રશિયાના બીચ પર યુક્રેનનો ડ્રોન હુમલો : સાતનાં મોત

મોસ્કો, તા. 3 : રશિયાના ભીડભાડવાળા બીચ પર સોમવારે યુક્રેને ડ્રોન હુમલો કરતાં કમ સે કમ સાત લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જો કે, દરિયાકિનારા પર પડતા પહેલાં તે ડ્રોનને આંતરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી. એક મીડિયા હેવાલ મુજબ, રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ રશિયાના એક વ્યસ્ત દરિયાકિનારા પર થયેલા યુક્રેનિયન ડ્રોન હુમલામાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં હતાં. અહેવાલો અનુસાર, તેનું સંભવિત લક્ષ્ય લગભગ 40 કિલોમીટર દૂર આવેલા રશિયન નૌકાદળનો અડ્ડો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. દરમિયાન, મોસ્કોથી લગભગ 112 માઈલ પૂર્વમાં આવેલા `વાઈલ્ડબેરીઝ'ના વેરહાઉસ પર પણ યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. વાઇલ્ડબેરીઝ એ રશિયાની સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપની છે અને તાજેતરના સપ્તાહોમાં તેને અનેકવાર નિશાન બનાવવામાં આવી છે. નોંધનીય છે કે, યુક્રેન દ્વારા આ હુમલો શનિવારે કિવ પર થયેલા રશિયન મિસાઇલ હુમલા બાદ થયો હતો, જેમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયાં હતાં.

Panchang

dd