• સોમવાર, 20 મે, 2024

કચ્છ લોકસભામાં મતદાનનો આંક સુધર્યો : 56.14 ટકા

ભુજ, તા. 8 : કચ્છ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલ મંગળવારે મતદાન સંપન્ન થતાં ગઇકાલે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મતદાનની ટકાવારીનો આંક 55.33 ટકા જાહેર કરાયો હતો પરંતુ કચ્છના 2140 મતદાન મથકોમાંથી રાત્રે મોડે સુધી આવેલા ટકાવારીના આંકમાં ક્યાંક અધૂરાશો હોવાથી આજે સાંજે મેળવણું થઇ જતાં હવે સત્તાવાર આંક વધીને 56.14 ટકા હોવાનું જાહેર કરાયું હતું. મતદાન અવશ્ય કરવા અને વધુ પ્રમાણમાં મતદાતાઓ લોકશાહીનાં પર્વમાં ભાગ લે તેવી સતત બે મહિના ચૂંટણીપંચ તરફથી ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને ખરા ટાંકણે એટલે કે મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચકાઇને 43.5 ડિગ્રી થઇ જતાં મતદાન ધારણા કરતાં નીચું રહ્યું હતું. ગત પાંચ વર્ષની તુલનાએ વખતે  2024માં બે લાખ મતદારો કચ્છમાં વધ્યા હોવા છતાં 2019 કરતાં પણ ટકાવારી નીચી રહી હતી. આજે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ ખાસ કરીને અબડાસા અને અંજારમાં મોટો તફાવત જણાયો હતો. હવે અબડાસામાં 58.28 ટકા, માંડવીમાં 62.59, ભુજમાં 57.13, અંજારમાં 59.62, ગાંધીધામમાં 49.38, રાપરમાં 48.20 અને મોરબીમાં 58.26 ટકા મળી સાત બેઠકની ટકાવારી 56.14 ટકા, જ્યારે કચ્છની ?બેઠક પર 55.77 ટકા મતદાન થયાનું જાણવા મળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang