• સોમવાર, 20 મે, 2024

શહજાદાએ ઉદ્યોગપતિઓ સાથે કેટલામાં ડીલ કરી ?

કરીમનગર, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગાણાના કરીમનગરમાં પહેલીવાર અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું, છેલ્લાં 5ાંચ વર્ષથી કોંગ્રેસના શહજાદા દિવસ-રાત એક માળા જપતા હતા. 5ાંચ ઉદ્યોગપતિ, અંબાણી, અદાણી, પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓએ અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે... શા માટે ? વડાપ્રધાને કહ્યું, હું કોંગ્રેસના શહજાદાને પૂછવા માગું છું કે, તેમણે અદાણી અને અંબાણી પાસેથી કેટલો માલ ઊઠાવ્યો છે? કોથળા ભરીને કાળું નાણું ભેગું કર્યું છે ? કોંગ્રેસ પાર્ટીને તે ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી માટે કેટલા પૈસા મળ્યા ? તેઓ કહેશે ? પહેલાં વડાપ્રધાન કરીમનગર પહોંચ્યા અને શ્રી રાજા રાજેશ્વરી સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. વડાપ્રધાને કહ્યું, તેલંગાણાના લોકોએ છેલ્લાં 10 વર્ષમાં મારું કામ જોયું છે. તમારા એક મતે ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. તમારા એક મતે કલમ 370 નાબૂદ કરી અને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી.  મોદીએ કહ્યું, આપણો આખો દેશ સંભાવનાઓથી ભરેલો છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેના સમગ્ર શાસન દરમ્યાન આપણા લોકોની ક્ષમતાને નષ્ટ કરવા સિવાય કંઈ કર્યું નથી. કોંગ્રેસ પાર્ટીએ આપણી અર્થવ્યવસ્થાને બરબાદ કરી, કૃષિ અને કાપડ ક્ષેત્રને નુકસાન પહોંચાડયું. કોંગ્રેસ દેશની સૌથી મોટી સમસ્યાઓની જનની છે. વડાપ્રધાને કહ્યું, ભાજપ નેશન ફર્સ્ટના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે, પરંતુ બીજી તરફ, કોંગ્રેસ અને બીઆરએસ તેલંગાણામાં ફેમિલી ફર્સ્ટ સિદ્ધાંત પર કામ કરે છે. કોંગ્રેસ અને બીઆરએસ સંપૂર્ણપણે પરિવાર દ્વારા, પરિવાર માટે છે. બંને પક્ષ એક સિક્કાની બે બાજુ છે. કોંગ્રેસ પાર્ટી એસસી, એસટી અને .જા. માટે અનામતનો અધિકાર છીનવીને મુસ્લિમ સમુદાયને આપવા માગે છે. કલ્યાણ તેમની દૃષ્ટિ કે એજન્ડા નથી. કોંગ્રેસ માત્ર પોતાની વોટબેંકને બચાવવા માગે છે. ભ્રષ્ટ પક્ષ તુષ્ટિકરણની નીતિમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang