• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

થુમડીમાં કંપની નજીક ગાંજો વેચવા નીકળેલો શખ્સ જબ્બે

ભુજ, તા. 18 : અબડાસા તાલુકાના થુમડીમાં કંપની પાસે માદક પદાર્થ ગાંજો વેચવા નીકળેલા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગઇકાલે સાંજે વાયોર પોલીસે બાતમીના આધારે થુમડીમાં વદરાજ (ન્યૂવોકો) સિમેન્ટ કંપની પાસે રોડ ઉપર માદક પદાર્થ ગાંજો વેચવા નીકળેલા કાળા તળાવ (તા. અબડાસા)ના રવિરાજસિંહ કુંવરજી બારાચ જાડેજાને પોલીસે ગાંજાનો જથ્થો 11.540 ગ્રામ કિં. રૂા. 577 તથા મોબાઇલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા રવિરાજસિંહને પૂછતાછ કરતાં આ ગાંજો તે તા. 17/8ના સવારે રાહુલસિંહ અરવિંદસિંહ ચૌહાણ (રહે. વાંકુ, તા. અબડાસા) પાસેથી ખરીદ્યાનું જણાવ્યું હતું. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd