ભુજ, તા. 4 : ગત તા. 1/8ની બીજા દિવસની સવાર સુધી ભુજ
તાલુકાના એક ગામમાંથી 17 વર્ષની સગીરાનું
લગ્નની લાલચ આપી ફોસલાવી ફરિયાદીના કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કરી ગયાની ફરિયાદ
આરોપી વીરુ રાજભા ગઢવી (રહે. રવ તા. રાપર, હાલે નવાવાસ ભચાઉ) વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે નોંધાઇ છે. ગઇકાલે તા. 4/8ના `કચ્છમિત્ર'માં આ અંગે પ્રસિદ્ધ થયેલા સમાચારમાં આરોપીનાં
નામ અંગે શરતચૂકથી ભૂલ થઇ હતી. ખરેખર આરોપી વીરુ ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાયાની સ્પષ્ટતા
કરવામાં આવે છે.