ગાંધીધામ, તા. 4 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ
અંગેની બે કાર્યવાહી કરીને રૂા. 2,74,632નો
દારૂ જપ્ત કર્યો હતો. આ કામગીરી દરમ્યાન એક શખ્સની અટક કરાઈ હતી, જ્યારે એક હાજર નહોતો મળ્યો, તો બે શખ્સ સાબૂના ગોટાની જેમ હાથમાંથી સરકી ગયા હતા. સરહદી રેન્જની સાયબર
ક્રાઈમ પોલીસની એક ટીમ ગત મોડી રાત્રે ગાંધીધામના ઓમ સિનેમા બાજુ પેટ્રોલિંગમાં હતી,
દરમ્યાન 9-બી ચોકડી
પાસે મહેશ્વરીનગર વિસ્તારમાં રહેનાર વિનોદ બુદ્ધા ફફલ નામના શખ્સે મકાનની બાજુમાં પ્લોટમાં
દારૂ સંગ્રહ કરી રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી. પોલીસ
અહીં આવતાં આ વિનોદ ફફલ તથા અન્ય એક શખ્સ નાસી છૂટયા હતા. અહીં ઓફિસમાંથી તથા આંગણામાં
દારૂની પેટીઓ મળી આવી હતી. આ જગ્યાએથી ગોડ ફાધર બિયરના 600 ટીન, ગ્રીન લેબલના 672 ક્વાર્ટરિયા, ગ્રીન લેબલની 132 બોટલ એમ કુલ રૂા. 2,72,232નો શરાબ જપ્ત કરાયો હતો તથા
જ્યુપીટર નંબર જીજે-39-ઈ-4222 જપ્ત કરાયું હતું. વધુ એક કાર્યવાહી
વરસામેડીમાં શાંતિધામ બુધવારી મેદાનમાં સ્થાનિક પોલીસે કરી હતી. આ જગ્યાએથી ગળપાદરના
સચિન વિનોદ ચૌહાણની ધરપકડ કરી તેના કબજાની બલેનો કાર નંબર જીજે-39-સીસી-9017માંથી 8 પી.એમ.ના 96 ક્વાર્ટરિયા, 8 પી.એમ.ની
12 બોટલ, ગ્રીન લેબલની 24 બોટલ, ગ્રીન લેબલના 96 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 47,412નો દારૂ જપ્ત કરાયો હતો. અહીંથી
દારૂની હેરાફેરી માટેના અન્ય બે દ્વિચક્રિય વાહનો પણ જપ્ત કરાયા હતા. સચિનને આ દારૂ
કિડિયાનગરના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા વાઘેલા નામનો શખ્સ આપી ગયો હોવાનું બહાર આવ્યું
હતું. તેને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.