• મંગળવાર, 23 જૂન, 2026

આર.ઇ. પાર્કની કંપનીનાં ગોદામમાંથી 6.60 લાખના મુદ્દામાલની તસ્કરી

ભુજ, તા. 22 : ખાવડા બાજુના આર.ઇ. પાર્કની એક કંપનીનાં ગોદામના પાછળનાં પતરા તોડી તેમાં પ્રવેશીને 6.60 લાખના બસબાર પ્લેટો, કોપર પટ્ટી અને વાયર જેવા મુદ્દામાલની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઇ છે. ગઇકાલે ખાવડા પોલીસ મથકે અર્બુદા સિક્યુરિટી એજન્સીના જનરલ મેનેજર દીપચંદ ઢોરવારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સિક્યુરિટી એજન્સી સ્ટર્લિંગ વિલ્સન કંપનીની સિક્યુરિટીનું કામ કરે છે. આર.ઇ. પાર્કમાં સ્ટર્લિંગ વિલ્સન કંપનીનાં કે-4 ગોદામમાં ગત તા. 20/6થી ત્રણેક દિવસ પહેલાં કોઇ પણ સમયે ગોદામ પાછળનાં પતરાં તોડી તેમાં અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરી ગોદામમાંથી કોપર બસબાર પ્લેટ નંગ-72 જેની કિં. રૂા. 2,00,000 તથા અર્થિંગ કોપર પટ્ટીઓ 650 કિ.ગ્રા. જેની કિં. રૂા. 4,00,000 તેમજ વાયર અંદાજે 3000 મીટર કિં. રૂા. 60,000 એમ કુલ રૂા. 6,60,000ના માલ-સામાનની ચોરી કરી લઈ ગયા છે. ખાવડા પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Panchang

dd