• શનિવાર, 20 જૂન, 2026

યુવાનને મરવા મજબૂર કરવાના મુદ્દે ખંભરાની ત્રણ મહિલા સામે ફરિયાદ

ભુજ, તા. 19 : માનસિક ત્રાસ આપીને મરવા મજબૂર કરવાના મામલે ભુજ તાલુકાના માનકૂવા પોલીસ મથકે ત્રણ મહિલા સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, દામજીભાઈ થાવરભાઈ મેરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપી રેખા કેશાભાઈ બળિયા, બબીબેન કેશાભાઈ બળિયા અને ડાઈબેન કાનજી લોચા (ત્રણેય રહે. ખંભરા, તા. અંજાર)એ તેમના પુત્ર વિનોદને બે વર્ષથી સતત માનસિક ત્રાસ આપી તેમજ અપમાનજનક શબ્દો કહી ઝઘડા કરતા હતા તથા મેણા-ટોણા મારી આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતા. આ મામલે માનકૂવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd