ગાંધીધામ, તા. 19 : ગાંધીધામમાં પોલીસના ડરથી ઝંપવાલવનાર યુવાન મૃત નહીં પણ જીવિત
છે. દામજી મીઠુભાઈ સીજુની એ-ડિવિઝન પોલીસે ગેરકાયદે ધરપકડ કરી હતી અને પોલીસના ડરથી તેણે
ઝંપલાવ્યું હતું. માનવ અધિકાર આયોગે વળતરના વિલંબ મુદ્દે રાજ્યના ચીફ સેક્રેટરી સામે
જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. માનવ અધિકાર આયોગ દ્વારા જારી કરાયેલાં વોરંટમાં યુવાન મૃતક હોવાનું દર્શાવાયું છે, પરંતુ યુવાન જીવિત હોવાનું પરિવારજનોએ જણાવ્યું
હતું.