ભુજ, તા. 19 : શહેરના બસ સ્ટેશન રોડ પર જાહેરમાં
નોટ નંબરનો જુગાર રમતા ચાર શખ્સને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડી તેમની પાસેથી રોકડા
રૂા. 11,040 કબજે લેવાયા હતા. પોલીસે આપેલી
વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ
ધરાયેલી કાર્યવાહીમાં ઓપન એર થિયેટર પાર્કિંગ પાસે જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા
હિરેન રમણીકલાલ ઠક્કર, પ્રવીણ ડુંગરશી ગુંસાઈ, રમેશ મહાદેવભાઈ ખુંગલા અને હનીફ ફકીરમામદ માંજોઠીને ઝડપી લેવાયા હતા. પકડાયેલા
આરોપીઓ પાસેથી રોકડા રૂા. 11,040 જપ્ત કરાયા હતા. પોલીસે ચારેય આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની
કાર્યવાહી કરી હતી.