ગાંધીધામ, તા. 19 : શહેરના કંડલા-ગાંધીધામ ધોરીમાર્ગ
પર અજાણ્યાં વાહનની હડફેટે બાઈકસવાર બ્રિજેશ શંકરકુમાર યાદવ (ઉ.વ. 47)નું મોત થયું હતું તથા અન્યોને
ગંભીર ઈજાઓ પહોંચી હતી. કંડલા-ગાંધીધામ ધોરીમાર્ગ પાસે નીલકંઠ ઓફિસ નજીક ચાની લારી
ચલાવતા રાજીવકુમાર રામનાથ રાય (યાદવ)એ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 13/6ના સાંજે તેમનો દીકરો રિતિક
તથા બ્રિજેશ યાદવ બાઈક નંબર જીજે-12-એચએ-4575 લઈને ગાંધીધામ
ખાતે શાકભાજી લેવા તથા મોબાઈલ રિપેરિંગ કરવા નીકળ્યા હતા. આ બંને સતગુરુ વે-બ્રિજની
સામે પહોંચતાં કોઈ અજાણ્યાં વાહને બાઈકને હડફેટમાં લીધું હતું, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને
સારવાર માટે લઈ જવાતાં બ્રિજેશ યાદવને મૃત જાહેર કરાયા હતા, જ્યારે
રિતિકને વધુ સારવાર માટે ભુજ લઈ જવાયો હતો.