ભુજ, તા. 19 : અબડાસા તાલુકાના વાડાપદ્ધર
ગામમાં ગેરકાયદે શિકારી પ્રવૃત્તિ કરતા ત્રણ શખ્સને જખૌ પોલીસે ઝડપી પાડી ત્રણ સસલાના
મૃતદેહ, એક બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે
આપેલી વિગતો મુજબ, રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વાડાપદ્ધર ગામમાં આવેલા હનુમાનજીના મંદિરની પાછળ આવેલી
બાવળોની ઝાડીઓમાં સસલાનો શિકાર કરતા હરેશ જયંતીભાઈ જોગી (રહે. અંજાર), કાનજી હમીર જોગી (રહે. વાડાપદ્ધર) અને મહેશ રામજી જોગીને (રહે. અંજાર)ને ઝડપી
પાડયા હતા. પકડાયેલા
ત્રણેય આરોપી પાસેથી ત્રણ સસલાના મૃતદેહ, જીજે 39 એ 8069 નંબરની એક બાઈક તથા શિકારી
પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા સાધન સહિતનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી અર્થે
આરોપીઓને આરએફઓ-નલિયા દક્ષિણ રેન્જને સોંપાયા હતા. આ કામગીરીમાં જખૌ ઈન્ચાર્જ પીઆઈ
આર.જે. ગોહીલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નિર્મળસિંહ
જાડેજા, હેડ કોન્સ. સવરાજ ગઢવી, એસઆરડીના જવાનો સુખદેવસિંહ જાડેજા તથા રવિરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો
હતો.