• સોમવાર, 13 એપ્રિલ, 2026

હાજીપીર આવેલા અજાણ્યા યુવાનની લાશ સીમમાંથી મળી

ભુજ, તા. 12 : ગઇકાલે સાંજે હાજીપીર પાસે લુડબાય ગામની સીમમાં પચીસેક વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. આ અંગે હાજીપીર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ તા. 11-4ના સાંજે ચાર વાગ્યાના અરસામાં આશરે 25 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળતાં 108ના ઇએમટીએ હાજીપીર પોલીસને જાણ કરી હતી. આ અંગે હાજીપીર પોલીસ મથકના અધિકારી શ્રી ગોહિલનો સંપર્ક સાધતાં યુવાનના શરીરે કોઇ ઇજાના નિશાન નથી. પ્રાથમિક રીતે તબીબના તારણ મુજબ યુવાનનું મોત તડકાના લીધે  થયું હોવાનું સામે  આવ્યું છે. અજાણ્યા શખ્સની ઓળખ જાણવા છાનબીન ચાલુ હોવાનું કહ્યું હતું. આ યુવાન હાલ ચાલતા હાજીપીરના મેળામાં આવ્યાનું તારણ સપાટી પર આવ્યું છે. 

Panchang

dd