• સોમવાર, 13 એપ્રિલ, 2026

ત્રગડીનો બુટલેગર પાસામાં ધકેલાયો

ભુજ, તા. 12: માંડવી તાલુકાના ત્રગડીના શરાબના ધંધાર્થી રામદેવસિંહ ઉર્ફે રોહિતસિંહ કેશુભા જાડેજા સામે પાસાની કાર્યવાહી કરી સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો છે. આરોપી રામદેવસિંહ ઉપર શરાબ સંબંધેના માંડવી મરીન પોલીસ મથકે છ અને માંડવી પોલીસ મથકે એક એમ કુલ સાત ગુના નોંધાઈ ચૂક્યા છે. આથી એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપતાં તે ગ્રાહ્ય રહેતાં તેની અટક કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં રવાનો કરી દેવાયો છે. 

Panchang

dd