ગાંધીધામ, તા. 14 : અંજાર પોલીસે મેઘપર બોરીચીમાં
નશાકારક માદક પદાર્થના સેવન માટે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત વસ્તુઓ રાખનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે છાનબિન હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન મંગલેશ્વરનગરમાં જય અંબે પાન પાર્લરમાંથી પ્રતિબંધિત
ગોગો પ્રિ રોલેડ કોન નંગ 13 કિં. રૂા.
195, કેપ્ટેન ગોગો-રોલિંગ પેપર નંગ
48 કિં. રૂા. 480નો મળી આવ્યો હતો. આરોપી નરેશ કુંદનમલ બાલવાણી આ અંગે સંતોષકાર જવાબ ન આપી શકતા
પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.