ગાંધીધામ, તા. 14 : રાપરમાં જાહેરમાં જુગટું રમતા બે ખેલીની
રોકડા રૂા. 13800 સાથે પોલીસે
ધરપકડ કરી હતી. સમાવાસ વિસ્તારમાં શેરીમાં ખુલ્લા પટ્ટમાં ગંજીપાના વડે તીનપત્તીનો
જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપી હુસેનભાઈ
ઈશાભાઈ કુંભાર, મનસુખભાઈ મોહનભાઈ કોળીની
ધરપકડ થઈ હતી, જ્યારે અન્ય આરોપી નીતીનભાઈ ધનસુખ કોળી પોલીસને
હાથ તાળી આપીને નાસી છૂટયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.