• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં બળજબરીપૂર્વક રૂા. 51 હજાર પડાવી લેનાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 14 :  શહેરમાં યુવતી પાસે બળજબરીપૂર્વક રૂા. 51 હજાર પડાવી લેવાના મામલે  શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ અંગે કિરણભાઈ બાબુભાઈ ખટારિયાએ  આરોપી શુભાંશુદાસ ગુપ્તા  સામે ફરિયાદ  નોંધાવી હતી.  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીએ ફરિયાદીની દીકરીને સત્સંગ ગ્રુપ ન છોડવા તેમજ રૂા. 51 હજાર ન આપે, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તહોમતદારે  બળજબરીપૂર્વક ફરિયાદીની દીકરી પાસે નાણાં કઢાવી લીધાં હતાં. આ આરોપી અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનું  પોલીસે ઉમેર્યું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ છાનબિન આરંભી છે. 

Panchang

dd