સાંતલપુર , તા.
31 : સાંતલપુર નજીક કચ્છ તરફ લઈ અવાતા શરાબના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને
ઝડપી પાડયા છે.આ કાર્યવાહી દરમ્યાન પાંચ આરોપીઓ
નાસી જવામાં સફળ રહ્યા હતાં.આ અંગે મળતી વિગતો મુજબ બાતમીના આધારે સાંતલપુર પોલીસે નાકા બંધી કરી હતી. આ દરમ્યાન એચ.આર.62.6725 નંબરનું ટ્રેલર પસાર થતા તેને
રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રેલરમાં જીપ્સમ
ખાતરની આડમાં શરાબની બોટલો નીકળી પડી હતી. આ કાર્યવાહી દરમ્યાન અંગ્રેજી પ્રકારના શરાબની જુદી
જુદી બ્રાન્ડની 8,112 નંગ બોટલો
અને ટીન સહીતનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો
હતો. ઝડપાયેલા શરાબના જથ્થાની કીમત રૂ. 32.40 લાખ આંકવામાં આવી છે. આરોપીઓ
રોહતાસ સુભાષચંદ્ર રામકુમાર કડવાસરા અને વિક્રમકુમાર રણસિંહ ભાગીરથ થાકેનને ઝડપી પાડયા
હતાં. પોલીસે 20 લાખની કીમતનું ટ્રેલર, જીપ્સ્મ
ખાતર સહીતનો મુદામાલ કબ્જે કરાયો હતો. ટ્રેલરના માલિક સંદીપ ગીલ, હરદિપ જાટ (હરીયાણા), , દારૂ ભરાવી આપનારા અજાણ્યા ઈસમો, અને દારૂ મંગાવનારા ગાંધીધામના રાહુલ નામના શખ્સ સહીત પાંચ જણા સામે ગુનો નોંધી ઝડપી પાડવા તપાસના ચક્રો
ગતિમાન કરાયા હોવાનું અમારા સાંતલપુર ખાતેના
પ્રતિનિધિ લક્ષ્મીચંદ સોલંકીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ માંડવીમાં પણ રાજય સ્તરની ટુકડીએ
દરોડો પાડયો હતો ત્યારે પણ સુરેન્દ્ર
નગરથી મુંદરા તરફ આવતો 1 કરોડની કીમતનો શરાબ પણ રાજયસ્તરની ટુકડીએ
ઝડપી પાડયો હતો.