• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભુજમાં ધોળા દિવસે જ્યોતિષની ઓફિસમાંથી રૂા. 3.50 લાખની ચોરી

ભુજ, તા. 31 : શહેરના સ્ટેશન રોડ પર રાતરાણી હોટેલ પાસે આવેલી જ્યોતિષની ઓફિસમાંથી ધોળા દિવસે રૂા. 3.50 લાખ રોકડની ચોરી થતાં ચકચાર પ્રસરી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી 72 વર્ષીય વરિષ્ઠ જ્યોતિષ અરવિંદભાઈ પ્રધાનજી જોબનપુત્રાએ એ-ડિવિઝનમાં લખાવેલી ફરિયાદ મુજબ જ્યોતિષનાં કામ પેટે છેલ્લા છ મહિના દરમિયાન આવેલી ફીની રકમ ઓફિસમાં કબાટની અંદર રાખી હતી. 29મીના બપોરે એક વાગ્યે તેઓ ઓફિસનો દરવાજો બંધ કરી શરાફ બજારમાં રુદ્રાક્ષની માળા માટે આપવા ગયા અને બે વાગ્યે પરત આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો. ઓફિસના ખાનામાં સામાન વેરવિખેર હતો અને તાળું તૂટેલું જણાયું હતું. કોઈ ચોર ઈસમ દ્વારા એક કલાક દરમ્યાન રૂા. 3.50 લાખ રોકડાની ચોરી કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી છાનબીન આદરી છે. ધોળા દિવસે થયેલી આ ચોરીથી ચકચાર પ્રસરી છે. 

Panchang

dd