ગાંધીધામ, તા. 31 : શહેરના આંબેડકર સર્કલ નજીક
જીવનદીપ મેડિકલ સામે આવેલી એક કેબિનનાં તાળાં તોડી નિશાચરોએ તેમાંથી રૂા. 72,000ના સામાનની ચોરી કરી હતી. શહેરના
આંબેડકર સર્કલ નજીક જીવનદીપ મેડિકલ સામે દુકાન નંબર 32-33માં સુનીલ ઇલેક્ટ્રિક નામની
કેબિનમાં તા. 29/7ના રાતથી તા. 30/7ના વહેલી સવાર દરમ્યાન ચોરીનો
બનાવ બન્યો હતો. સેક્ટર-2માં રહેનારા
ફરિયાદ સુનીલ ભગવાનદાસ ખેમાની ગઇકાલે સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. જતાં જતાં
પોતાની દુકાન પાસેથી પસાર થતાં દુકાનનું શટર ઊંચું કરાયેલું જણાયું હતું. ફરિયાદી ત્યાં
જઇ દુકાનમાં તપાસ કરતાં સામાન વેરવિખેર જણાયો હતો. આ દુકાનમાંથી નિશાચરોએ 4.0 ગેજના વાયરના બે રોલ, 2.5 ગેજના વાયરના
છ રોલ, 1.5 ગેજના 1પ રોલ,
1.0 ગેજના કોપરના વાયરના 1પ રોલ તથા એક મીટર અર્થિંગ રોડ નંગ નવ તથા
ખાનામાંથી રોકડ રૂા. 800 એમ કુલ રૂા.
72,000ના સામાનની ચોરી કરીને નાસી
ગયા હતા. મિની મુંબઇ ગણાતા આ શહેરમાં રાત્રે પોલીસ જાગતી હોવાનો લોકોને અહેસાસ છે તેવામાં
ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.