• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ગાગોદર નજીક ટ્રેઇલરમાં બાઇક ભટકાતાં યુવાને જીવ ખોયો

ગાંધીધામ, તા. 31 : રાપરના ગાગોદર નજીક આગળ જતાં ટ્રેઇલરમાં પાછળથી બાઇક ભટકાતાં આંબા ધના ચૌહાણ નામના યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો. કાનમેરમાં રહેનાર આંબા ચૌહાણ નામનો યુવાન ગત તા. 26/7ના સવારે બાઇક લઇને ગાગોદર ખાતે મજૂરીકામ માટે ગયો હતો. સાંજના સમયે તે કામ પતાવીને પોતાનાં ઘર બાજુ જઇ રહ્યો હતો તેવામાં આગળ જતાં ટ્રેઇલર નંબર આર.જે.-29- જી.બી.-0798માં તેનું બાઇક ભટકાતાં આ યુવાન ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ પલાંસવા બાદમાં ગાંધીધામ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન આ યુવાને દમ તોડી દીધો હતો. બાઇકચાલક વિરુદ્ધ તેના માતા લાડુબેન ધના ચૌહાણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Panchang

dd