ગાંધીધામ, તા. 31 : આદિપુરમાં પરિણીતાને શારીરિક, માનસિક ત્રાસ આપી તેને મરવા મજબૂર કરાતાં સાસરિયા
સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરના વોર્ડ 4-એ વિસ્તારમાં રહેનાર સિમ્પીકુમારી રાઉતે
ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવ અંગે તેના પિતા સુરેન્દ્ર
સિંગેશ્વર રાઉતે પતિ ચિતરંજન રાઉત, સસરા ચંદેસર રાઉત, સાસુ તેતરીદેવી, જેઠ ધીરજ રાઉત સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ પરિણીતા પાસે દહેજની માગણી
કરી તથા ઘરકામ બાબતે શારીરિક, માનસિક ત્રાસ આપતાં તેનાથી કંટાળીને
યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. મરવા મજબૂર કરવાના આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.