ગાંધીધામ, તા. 31 : પૂર્વ કચ્છમાં જુગાર અંગેના
પોલીસે જુદા-જુદા ચાર દરોડા પાડીને 19 ખેલીઓને ઝડપી પાડી રોકડ રૂા. 52,690 જપ્ત કર્યા હતા. - અંતરજાળમાં પાંચ ખેલીઓની ધરપકડ : ગાંધીધામના
અંતરજાળમાં બસ સ્ટેન્ડ કેબિનના આગળના ભાગે અમુક શખ્સો પતાં ટીંચી રહ્યા હતા. તેવામાં
અચાનક આવેલી પોલીસે અહીંથી જેરામ મીઠુ કુંવરિયા,
પ્રહલાદ અમીરામ દોશી (મારાજ), ગુરુમુખદાસ નિરુમલદાસ
સતવાણી, કૈલાસ અરજણ મ્યાત્રા અને શંભુ રામજી બવા નામના શખ્સોને
પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 17,200 હસ્તગત કરવામાં આવ્યા હતા.
પીપરીપાટીમાં ગામમાં પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડયા ભચાઉના પીપરીપાટીના હનુમાન મંદિરની
બાજુમાં ખુલ્લી જગ્યામાં પોલીસે આજે દરોડો પાડયો હતો. અહીં જાહેરમાં જુગાર રમતા બબા
ધના કોળી, સહદેવ માનસંગ કોળી, ભગુ
...મખા કોળી તથા ભચુ જગા કોળીને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 13,250 જપ્ત કરાયા હતા. - સામખિયાળીમાં બે દરોડામાં 10 ખેલીઓની ધરપકડ : સામખિયાળીના ભારત નગરમાં પોલીસે કાર્યવાહી
કરી હતી. અહીં જાહેરમાં પતા ટીંચતા વિનોદ જયરામ કોળી (ભટ્ટી), રાજુ ગોવિંદ કોળી, સુરેશ
ગોવિંદ પ્રજાપતિ, વિનોદ ગોકલ પ્રજાપતિ, શંકર જયરામ કોળી તથા મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લેવાયા હતા આ શખ્સો
પાસેથી રોકડ રૂા. 11,150, ચાર
મોબાઈલ, ત્રણ બાઈક એમ કુલ રૂા. 1,61,150નો મુદામાલ જપ્ત કરાયો હતો.
એક બાઈક ચાલક અહીં રમવા આવ્યો હતો પરંતુ કાર્યવાહી દરમ્યાન તે હાજર મળ્યો ન હતો. નગરના
ગૌરીનગર બાવળની ઝાડી પાસે શેરીમાં જુગાર રમતા સોહિલ હાજી ઠેબા, .. બચુ લુહાર, અરવિંદ
લખમણ કોળી, પ્રકાશ કાના સોનારાને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી
રોકડ રૂા. 11,090, એક
મોબાઈલ, ત્રણ બાઈક એમ કુલ રૂા. 61,090નો મુદામાલ જપ્ત્ કરાયો હતો.