• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભુજમાં વાહન સામસામે આવતાં છરી વડે હુમલો

ભુજ, તા. 28 : બે દિવસ પૂર્વે રાતે શહેરના લખુરાઈ ચાર રસ્તા પાસે બે વાહન સામસામે આવી જતાં સાઈડ બાબતે થયેલા ઝઘડામાં છરી વડે હુમલો થયાની ફરિયાદની નોંધાઈ છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે અહેસાન અસરફ મેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તે ગત તા. 26/7ના રાતે લખુરાઈ ચાર રસ્તા પાસે ગોપાલ કંપનીના માલનો છકડો લઈને માલ ભરવા જતો હતો, ત્યારે સામેથી રોંગસાઈડમાં માલ વાહન ગાડી આરોપી સમીર અબ્દુલ કુંભાર લઈ આવતાં બોલાચાલી-ઝઘડો કરી આરોપીએ ફરિયાદીને કાન પાછળ છરી વડે અને માથા-પેટમાં મૂઢમારની ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી. પોલીસે વિવિધ કલમો તળે ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.

Panchang

dd