• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

પૂર્વ કચ્છમાં પત્તા ટીંચતા 17 ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 27 : પૂર્વ કચ્છનાં પોલીસે જુગાર અંગેની ચાર કાર્યવાહી કરીને 17 ખેલીને ઝડપી પાડયા હતા, જ્યારે ચાર શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. આ ચાર દરોડા દરમ્યાન રોકડ રૂા. 70,070 જપ્ત કરવામાં આવ્યા હતા. - ભીમાસરમાં ચાર ઝડપાયા બે નાસી જવામાં સફળ : રાપર, તા. ભીમાસર રામદેવ સીમ વિસ્તારમાં ગત મોડી રાત્રે ડાયા ઉર્ફે દીલાવર ભીખા ઘાયડ (રાજપૂત)ના કબજાની વાડીમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં ખુલ્લામાં જુગાર રમતા ડાયા ભીખા બાયડ (રાજપૂત), ટપુ ભીમા માવાણા (કોળી), ખોડા કાના ભરવાડ, રમેશ રાણાને ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે પ્રવીણ ભચુ કોળી અને જયસુખ કોળી નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 33,570, બે બાઈક, છ મોબાઈલ એમ કુલ રૂા. 2,19,070નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. - રામવાવામાં પણ બેની અટક : બે નાસી ગયા : રાપરના જૂના રામવાવ બસ સ્ટેન્ડના ઓટલા પાસે પોલીસે આજે ઢળતી બપોરે દરોડો પાડયો હતો. અહીંથી કિશોર હરી કોળી, જેરામ જેમલ કોળીને ઝડપી લેવાયા હતા, જ્યારે જેમલ ધના કોળી અને પપ્પુ હરિ કોળી નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 15,400 તથા બે મોબાઈલ એમ કુલ રૂા. 25,400નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. - રાપર નગરમાં ચાર ખેલીની ધરપકડ : રાપરના એકલ શક્તિ વિસ્તારમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, ત્યારે ગઈકાલે સાંજે અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી વિક્રમસિંહ નથાજી વાઘેલા, જેમલજી મલુજી કામા, સાજદ ભિખુદીન મામદ, હાજી હાસમ સમેજાને પકડી પાડયા હતા.  આ શખ્સો પાસેથી રોકડા રૂા. 10,900, બે બાઈક, બે મોબાઈલ એમ કુલ રૂા. 54,100નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.  - સણવામાં પત્તા ટીંચતા સાત ખેલી પોલીસ ઝપટે ચડયા : રાપરના સણવા ગામની સરકારી હોસ્પિટલની બાજુમાં અમરશી હરિ કોલીના કબજાનાં મકાન આગળ ખુલ્લી જગ્યામાં મોડી રાત્રે જુગાર રમાઈ રહ્યો હતો, ત્યારે અચાનક આવેલી પોલીસે પ્રકાશ માનસંગ કોળી, ગોવિંદ છગન કોળી, ગંગારામ નારણ કોળી, અમરશી હરિ કોળી, વાલા વીરતીવા કોળી, ખુશાલ પ્રભુ કોળી તથા ગુલાબ છગન કોળીને પકડી પાડયા હતા. પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,200 તથા ચાર મોબાઈલ એમ કુલ રૂા. 30,200નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. 

Panchang

dd