ભુજ, તા. 27 : મુંદરા તાલુકાનાં પત્રી ગામે
37 વર્ષીય યુવાન ભીમજી સામતભાઇ
જોગીએ ગળેફાંસો ખાઇ જીવ દઇ દીધો હતો. પ્રાગપર પોલીસ મથકે હાજાભાઇ કારાભાઇ જોગીએ જાહેર
કરેલી વિગતો મુજબ ગત તા. 24/7ના રાતથી
તા. 26/7ના બપોર સુધી કોઇ અગમ્ય કારણોસર
ભીમજીભાઇ જોગીએ પોતાનાં ઘરે રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઇ લેતાં તેનું મૃત્યુ નીપજ્યું
હતું. પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.