ભુજ, તા. 8 : અંજારના
સિટી સર્વે વોર્ડ નં. 1, સિટી
સર્વે નં. 707, ટીપી સ્કીમ
નં. 2વાળી મિલકત અંગેનો ગિરોમુક્તિનો
દાવો અંજારના નરેન્દ્ર લાભશંકર ઓઝા દ્વારા દીવાની અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વિજયકુમાર દામજી ઠક્કર પ્રતિવાદી તરીકે પક્ષકાર હતા તેઓએ તે મિલકત સંબંધે મિલકત વાદીની
માલિકીની ન હોવાનું, મિલકત ગિરો ન હોવાનો કે તે છોડાવવાનો
વાદીને હક્ક નથી તેવી તકરારો લીધી તેમ છતાં તેમની તેવી રજૂઆત કોર્ટે નામંજૂર કરતાં
વાદીનો દાવો મંજૂર કરતો હુકમ થતાં વાદી ઓઝા નરેન્દ્રકુમાર દ્વારા સિટી સર્વે કચેરી-અંજારના
સિટી સર્વેના પ્રોપર્ટીકાર્ડમાં ચુકાદા અન્વયેની નોંધ નં. 11546વાળી દાખલ કરાવી કાચી નોંધની નોટિસ પ્રસિદ્ધ થતાં વાંધેદાર-પ્રતિવાદી
દ્વારા તેવી કાચી નોંધ સામે તેમણે એવું જણાવી વાંધો લીધો કે, વાદીના દાવા સામે કોર્ટે તેમના દ્વારા વાદવાળી મિલકત ગિરો હોવા માલિકી,
વાદી પક્ષની હોવા, ગિરો છોડવાની મુદત પૂરી થઈ ગયા
સંબંધી વગેરે દલીલો કરી હતી. સુપરિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ કચેરી-કચ્છ ભુજના મુખ્ય
અધિકારી દ્વારા વાંધેદારના વાંધાઓ નજરે તેમજ સુનાવણીના અંતે મૂળ દાવા કામે હજી તમામ
કાર્યવાહી પૂર્ણ કરવાની પણ બાકી છે, જેથી સમગ્ર દાવાની કાર્યવાહી
પૂર્ણ થઈ આખરી હુકમ આવવાનું બાકી છે, જેથી હુકમ સુધીની કાર્યવાહી
પૂર્ણ થાય ત્યારબાદ જ નોંધ દાખલ કરવાની થશે, તેવું ઠરાવી સદરહુ
નોંધ નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. વાંધેદારના એડવોકેટ તરીકે મહેન્દ્ર ઠક્કર,
કુલીન ભગત, ચિંતલ ઠક્કર તથા કોમલ ઠક્કર રહ્યા હતા.