• મંગળવાર, 01 જુલાઈ, 2025

કિડાણામાં યુવાન ઉપર છરી વડે ઘાતક હુમલો

ગાંધીધામ, તા. 9 : કિડાણામાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી એક શખ્સે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. બીજીબાજુ ચિત્રોડમાં પતિએ પત્નીને માર મારતાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. કિડાણામાં રહેનાર ફરિયાદી ઇરફાનહુશેન સોઢા ગામમાં મોટાપીરની દરગાહ આગળ જાફર પંક્ચરવાળાની દુકાન પાસેથી નીકળતાં આરોપી શાહનવાઝ ગફુર ચાવડાએ  યુવાનના હાથના પંજા, પેટ, પાંસળીમાં છરી ભોંકીને નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. બીજીબાજુ ચિત્રોડમાં ત્રિકમસાહેબ આશ્રમ પાસે રહેતા જાનુબેનને તેના પતિ દિનેશ મેરા જયપારએ જમવા બાબતે ઉશ્કેરાઇ તેની પત્ની ઉપર ધોકા વડે હુમલો કરતાં મહિલાને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. 

Panchang

dd