• રવિવાર, 06 જુલાઈ, 2025

ગઢશીશામાં સગીરાના અપહરણ મુદ્દે ફરિયાદ

ભુજ, તા. 18 : માંડવી તાલુકાના ગઢશીશા ગામમાં સગીર વયની કન્યાનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપી ભરત ભગવાનજી પટેલ (રહે. રત્નાપર (મઉં))વાળાએ ફરિયાદીની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 

Panchang

dd