• સોમવાર, 20 મે, 2024

લૈયારીમાં ભેંસોની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 8 : તાલુકાના નાની બન્નીના લૈયારીમાં ગત રાત્રિના ભેંસોની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. અમારા મોટી વિરાણીના પ્રતિનિધિ ઉંમર ખત્રીને માહિતી આપતાં લૈયારીના હાજી ઐયુબ તુરપિયાએ કહ્યું હતું કે, ગત રાત્રિના માલધારીઓએ પોતાના પશુના વાડામાં ગામથી દૂર ભેંસો પૂરી હતી. મોડી રાત્રે માલધારીને  ભેંસને કોઈ દોડાવતો હોય એવો અણસાર થયો. અંધારામાં 2થી 3 શખ્સ ભેંસોને દોડાવી રહ્યા હતા. કંઈક અજુગતું લગતાં માલધારીએ ફોન કરીને અન્યોને જાણ કરતાં રાત્રિના લાકડીઓ લઇને આવેલા માલધારીઓ દેકારો કરતાં તસ્કરો ભેંસો છોડી અંધારામાં ભાગ્યા હતા. માલધારીઓએ પીછો કરતાં વાહનના ચીલા દેખાતાં વાહનમાં ભાગ્યા હતા. આમ બન્નીની ઊંચી નસલની કિંમતી ભેંસ ચોરવાનો બનાવ નિષ્ફળ બન્યો હતો. ભેંસો લૈયારીના ઇબ્રાહિમ જતની હતી. પોતાનો કિંમતી માલ ચોરી થતાં બચી જતાં હાશકારો અનુભવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang