• સોમવાર, 20 મે, 2024

ગઢશીશામાં ઘર પાસે ગાળો બોલવાની ના પડાતાં પિતા - પુત્ર ઉપર જાનલેવા હુમલો

ભુજ, તા. 8 : માંડવી તાલુકાના ગઢશીશામાં ઘર પાસે ગાળો બોલવાની ના પડાતાં પિતા-પુત્ર ઉપર કુહાડીથી જાનલેવા હુમલો થયાની ફરિયાદ નોંધાઇ છે. ગઇકાલે રાતે 9 વાગ્યાના અરસામાં ગઢશીશાના શક્તિનગરમાં બનેલા બનાવ અંગે શેરબાનુ જુસબ માંજોઠીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી બે ભાઇઓ ચેતન ઉમરશી કોળી અને અશોક ઉમરશી કોળી ફરિયાદીના ઘરની બાજુમાં ઝઘડો કરી ગાળો બોલતા હોવાથી ફરિયાદીના પુત્ર?\ સોહબે આરોપીઓને પોતાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ કહ્યું કે, અમે ગમે તેમ બોલીએ તારે શું, તેવી વાત કરી ગાળો આપી સોહબને કુહાડી મારતાં રાડા રાડ થતાં તેના પિતા જુસબ માંજોઠી છોડાવા જતાં આરોપીઓએ જુસબના માથામાં કુહાડી મારી ગંભીર રીતે ઘાયલ કરતાં બંનેને સારવાર તળે ખસેડાયા છે. ગઢશીશા પોલીસે આરોપીઓ વિરુદ્ધ 307 અને હથિયારબંધી ભંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang