• સોમવાર, 20 મે, 2024

ધાણેટીમાં પ્રૌઢાએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું

ભુજ, તા. 8 : તાલુકાના ધાણેટી ગામે 60 વર્ષીય પ્રૌઢા સંતોકબેન એસ. ચાડે આજે વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી પોતાની જીવાદોરી ટુંકાવી દીધી હતી. ભુજ તાલુકાના ધાણેટી ગામે રહેતા 60 વર્ષીય પ્રૌઢા સંતોકબેન એસ. ચાડે આજે પરોઢે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang