• સોમવાર, 20 મે, 2024

વાગડ પંથકમાં ચૂંટણીની દોડધામ વચ્ચે દારૂ ઝડપાયો

ગાંધીધામ, તા. 8 : લોકસભાની ચૂંટણીની દોડધામ વચ્ચે પોલીસે રાપર તાલુકાના સાંય ત્રણ રસ્તા પાસેથી દારૂ સાથે બે શખ્સને પકડી પાડયા હતા. લોકસભાની ચૂંટણીની દોડધામ વચ્ચે પોલીસે જુદી-જુદી જગ્યાએ પેટ્રોલિંગ કરી વાહનોનું ચેકિંગ પણ કર્યું હતું, જે અન્વયે રાપરના સાંય ત્રણ રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગમાં હતી, તેવામાં સામેથી સ્વીફ્ટ કાર નંબર જી.જે. 12 ડી.. 2433 આવતાં તેને રોકાવી કારની તલાસી લેવામાં આવી હતી. કારમાંથી ગ્રીન લેબલ વ્હીસ્કી-ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી લખેલી 750 એમ.એલ.ની એક બોટલ મળી આવી હતી અને પોલીસે આડેસરના આમીન ફૈઝમામદ હિંગોરજા તથા ટગા ગામના કાસમ રમજાન ભટ્ટીની ધરપકડ કરી હતી. શખ્સો પાસેથી બોટલ અને કાર એમ કુલ 1,50,460નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો, પરંતુ તેમની પાસે દારૂ ક્યાંથી આવ્યો તે બહાર આવ્યું નહોતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang