• સોમવાર, 20 મે, 2024

ભુજની દુકાનમાં ભીષણ આગ

ભુજ, તા. 8 : શહેરના છઠ્ઠીબારી રિંગરોડ પર દીપ એન્ટરપ્રાઈઝની દુકાનમાં આજે સવારે ભીષણ આગ ભભૂકી ઊઠતાં દુકાનમાંનો માલ-સામાન  તથા ફર્નિચર બળીને રાખ થઈ જતાં અંદાજે આઠથી દસ લાખનું નુકસાન થયાની વિગતો સામે આવી છે. આજે સવારે સાત વાગ્યાના આસપાસ દીપ એન્ટરપ્રાઈઝમાં આગ ભભૂકી ઊઠી હતી. બનાવ અંગે દુકાન સંચાલક નેહાબેન ભટ્ટનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે, પરંતુ આગમાં હાર્ડડિસ્ક પણ બળી જતાં આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આમ છતાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાની પૂરી સંભાવના તેમણે વ્યકત કરી હતી. છઠ્ઠીબારી રિંગરોડ વિસ્તારમાં વીજથાંભલાઓ ઉપર કામ ચાલુ હોવાથી થોડા દિવસોથી વીજ પુરવઠો સતત ચાલુ બંધ થતો હતો, આમ આવા વીજ પુરવઠાના લીધે આગ લાગ્યાની પૂરી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું. નેહાબેને જણાવ્યું હતું કે, દુકાનમાં આર.. વોટર પ્યૂરિફાયર અને એરકૂલરનો જથ્થો ભરેલો હતો. આગના લીધે માલ-સામાન અને ફર્નિચર સહિત અંદાજે આઠથી દસ લાખનું નુકસાન થયું છે. આજે સવારે દુકાનમાં આગ લાગતાં ભુજના ફાયર કન્ટ્રોલ રૂમમાં કોલ આવતાં અગ્નિશમન વાહન સાથે ફાયર ઓફિસર સચિન પરમાર તથા સ્ટાફના વાઘજી રબારી, સત્સજીતસિંહ ઝાલા, ઈસ્માઈલ જત,  વિશાલ ગઢવી, જિજ્ઞેશ જેઠવા, વિશાલ ગોર અને તાલીમી સ્ટાફ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang