• રવિવાર, 29 માર્ચ, 2026

કચ્છમાં પ્રથમ વખત વિહંગમ યોગ સમારોહ અને 1008 કુંડી વિશ્વશાંતી મહાયજ્ઞનું આયોજન

ગાંધીધામ, તા. 28 : સદગુરૂ સહા... દેવ વિહંગમ યોગ સંસ્થાન અને અગ્રવાલ સમાજ દ્વારા શહેરના ડો. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન દોહા પાસે ડીપીએના મેદાનમાં કચ્છમાં પ્રથમ વખત વિહંગમયોગ સમારોહ અને 1008 કુંડીય વિશ્વશાંતી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદને સંબોધતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ 1008 કુંડીય મહાયજ્ઞ આ શહેર, સંકલને આધ્યાત્મિકતા તરફ લઇ જવા માટેનું યજ્ઞ છે આજ જગ્યા ઉપર અગાઉ ધીરેન્દ્ર શાત્રીની કથાનું આયોજન કરાયું હતું. મહાયજ્ઞ અહીંના લોકોની સુખાકારી, સ્વસ્થ આરોગ્ય તરફ દોરી જશે. આ આધ્યાત્મિક યજ્ઞ અને સંસ્થાના અગ્રણીઓ સાથે પોતે રાજ્યના મુખ્યમંત્રી, ઉપમુખ્ય મંત્રી, વગેરેને આમંત્રિત કરાયા છે. આયોજનના મુખ્ય આયોજકો પૈકીના ધવલભાઇ આચાર્યએ 1008 કુંડીય યજ્ઞમાં અત્યાર સુધી 1265 લોકોની નોંધણી થઇ ચૂકી છે. નિ:શુલ્ક એવા યજ્ઞમાં 40 સમાજના પ્રમુખો, હોદ્દારો અમારી સાથે જોડાયા છે. વહેલાતે પહેલાના ધોરણે યજ્ઞમાં લોકોને બેસાડાશે. યજ્ઞ પરંપરામાં જ્ઞાતિ, જાતી નથી હોતી તેમાં તમામ સમાજ જોડાય છે. યજ્ઞમાં સંખ્યા વધશે તો એક કુંડી પાસે ચાર-ચાર લોકોને બેસાડાશે. 2023માં પણ અંબાજી મંદિર પાસે આવું આયોજન કરાયું હતું. આગામી સમયમાં વધુ કુંડી યજ્ઞનો નિર્ધાર હોવાનું તેમણે કહ્યું હતું. પોતે કાશીમાં ગયા હતા ત્યારે ત્યાં 25000 કુંડીય યજ્ઞ જોયા હતા અને અહીં પણ આવા આયોજન કરવા પ્રેરિત  થયા હતા. યજ્ઞમાં 100 જેટલા સાધકો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવશે. છેલ્લા દોઢેક મહિનાથી આ યજ્ઞની તૈયારીઓ કરવામાં આવી રહી છે. યજ્ઞ બાદ સમુહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીં સમરસતા જોવા મળશે કાશીથી અહીં આવેલા કિશનલાલભાઇએ ધવલભાઇ કાશી આવ્યા હતા ત્યારે પ્રેરિત થઇ ગાંધીધામમાં આવું આયોજન કરવા નિર્ધાર કર્યો હતો. શુભકાર્યોમાં પણ શુભ છે યજ્ઞ યજ્ઞથી બિમારીએ દૂર થાય છે. વાતાવરણ સ્વચ્છ બને છે તમામ લોકોઅએ યજ્ઞ કકરવા જોઇએ આ યજ્ઞમાં મુસ્લિમ બિરાદરો પણ જોડાવવાના હોવાનું તેમણે ઉમેર્યું હતું. વિશ્વશાંતિ, લોકોના કલ્યાણ અર્થે યોજાતા પારંપારિક વૈદિક યજ્ઞની પ્રેસવાર્તામાં નંદલાલ ગોયલ, સુરેશ ગુપ્તા, સમીર ગર્ગ, પુજાબેન ઠક્કર, સંજયભાઇ ગર્ગ, મોમાયાભા ગઢવી વગેરે હાજર રહ્યા હતા. 

Panchang

dd