• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : વમોટી મોટીના ગં.સ્વ. સાવિત્રીબેન માવ (.. 76) તે સ્વ. લક્ષ્મીદાસ કલ્યાણજીના પત્ની, વસંતભાઇ, વિનોદભાઇ, મુલબાઇ, આશાબેનના માતા, સ્વ. સાકરીબેન તથા રેખાબેનના સાસુ, ગં.સ્વ. લક્ષ્મીબેન બુધિયાભાઇના જેઠાણી, જયંતીભાઇના બહેન, વિપુલભાઇ, રાહુલભાઇ, સુમિત, પૂનમ, રોહન, આર્યાના દાદી તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ :  બાનુબેન પઠાણ (ઉં.. 71) તે . ઈબ્રાહીમ ખાનના પત્ની, પઠાણ અબ્દુલ ગફુરખાનના ભાભી, જાકીર, જુમા, રૂકસાના, સલમાના માતા, પઠાણ સલીમખાન (પાણી પુરવઠા)ના કાકી, પઠાણ ઉસ્માન તથા કવસર (રાજા)ના દાદી, રાયમા આધમના સાસુ, વસીમ, ઈમ્તિયાઝ, શબીના, આયશાના નાની તા. 19-05-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત 21-05-2024ના આલા હજરત મદરેસા, મદીના નગર-2, ભુજ ખાતે સવારે 10થી 11.

ભુજ : કીર્તિભાઇ શિવજીભાઇ જેસર (.. 60) તે સવિતાબેન શિવજીભાઇના પુત્ર, મીનાબેનના પતિ, મેઘા તથા જીતના પિતા, અનિલ ઝાલાના સસરા, પ્રવીણભાઇ ચૌહાણ (એસ.ટી.), અશોકભાઇ મકવાણા (સરકારી દવાખાનું), દિનેશભાઇ પાવરાના સાળા, સુલોચનાબેન, ઉર્મિલાબેન, નીતાબેનના ભાઇ, લક્ષ્મીબેન ઉમેદલાલ અબડાના જમાઇ, ભરતભાઇ શિવજીભાઇ ઝાલાના વેવાઇ, પપુ, અંકિત, કિશન, રૂતુ, સમીર, માધવી, કુમારના મામા, પુષ્પા પ્રદીપભાઇ પરમાર, નૂતન જિજ્ઞેશ ચૌહાણ, અલ્પા જિતેન્દ્ર ઠક્કર, અંકિતા પીયૂષ ઠક્કર, માલા દીપેશ (કચ્છમિત્ર) અબડાના બનેવી તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાભા તા. 20-5-2024ના સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સત્સંગ હોલ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ અંજારના પ્રવીણભાઇ ગોકલદાસ રાવલિયા (.. 65) તે સ્વ. વીણાબેનના પતિ, સ્વ. રુક્ષ્મણીબેન ગોકલદાસના મોટા પુત્ર, વિઠ્ઠલદાસ દેવકરણભાઇ ધેરાઇના જમાઇ, સ્વ. સરલાબેન દેવેન્દ્રભાઇ કોટક (મુંબઇ), અરૂણભાઇ (અંજાર), દિનેશભાઇના ભાઇ, રૂપેશ, પાયલ, કોમલના પિતા, પ્રકાશકુમાર (મુંબઇ), અમનદીપબેન, મનીષકુમાર (માંડવી)ના સસરા, હંસાબેન (પપી), હેમલતાબેનના જેઠ, માનસી તથા ખુશીના મોટાબાપા, વૃદ્ધિ અને ધવલના નાના, શેખરભાઇ (વડોદરા), હરેશભાઇ (મુંબઇ), રાજુભાઇ (અંજાર), ચેતનભાઇ (મુંબઇ), સ્વ. લતાબેન, સ્વ. આરતીબેન, ગં.સ્વ. ચંદનબેન, જ્યોતિબેન, હિનાબેન, જરનાબેન, સ્વ. રેખાબેનના બનેવી તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-5-2024ના સાંજે 5.30થી 6.30 ભવનાથ મહાદેવ મંદિર, સેક્ટર-5, સથવારા કોલોની, ગાંધીધામ ખાતે.

માંડવી : નારાણ મનુભાઈ ચાવડા (ખારવા) (.. 69) સ્વ. ગંગાબેન તથા મનુભાઈ કાનજી ચાવડાના પુત્ર, સ્વ. લાધીબેન રણછોડ કસતુરિયાના જમાઈ, સ્વ. દામજીભાઈ શિવજીભાઈ (મુંદરા)ના બનેવી, ધર્મેશ, જિગર, નેહાના પિતા, પીતાંબર, પ્રવીણ, નીતિન,  સરોજ,  પ્રતિમા,  કલ્પનાના ભાઈ, અરૂણ મોહનલાલ ચૂડાસમાના સસરા તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. પાર્થનાસભા તા. 20-5-2024ના સોમવારે સાંજે 5થી 6 રામેશ્વરવાડી, ખારવા સમાજ, માંડવી ખાતે ભાઈઓ તથા બહેનોની સાથે.

માધાપર (તા. ભુજ) : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક સૂરજબેન નાનાલાલ દોશી મૂળ માધાપર હાલે ન્યૂજર્સી (યુએસએ) (.. 82) તે સ્વ. નાનાલાલ સાકરચંદ દોશીના પત્ની, સ્વ. પાર્વતીબેન અને વૃજલાલભાઈના ભાભી, સ્વ. ચતુરાબેન રવિલાલ રામજીના પુત્રી, સુધીરભાઈ (રેહા), સ્વ. ધનસુખભાઈ, અશોકભાઈના માતા, ભાવિનીબાઈ મહાસતીજીના સંસાર પક્ષે માતા, રંજનબેન, શોભનાબેન, જયાબેનના સાસુ, સ્વ. રાહુલ, નીરવ, જયની, સંયમ, કેવલ, કુશના દાદી, નિમેષ નાયક, દિવ્યાના દાદીજી સાસુ, પાર્શ્વના પરદાદી, સ્વ. ધીરજબેન, સ્વ. ચંદનબેન, માણેકલાલ, અમૃતલાલ, પુષ્પાબેન, જનકબેનના બહેન તા. 14-5-2024ના અમેરિકા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2024ના સોમવારે સાંજે 5થી 6 માધાપર મિત્રી સમાજવાડી, બસસ્ટેન્ડ પાસે.

માધાપર (તા. ભુજ) : ગુંસાઇ બલરામગિરિ વિશ્રામગિરિ (બેંક ઓફ બરોડા) (.. 80) તે અમરતબેનના પતિ, સ્વ. રાધાબેન વિશ્રામગિરિના પુત્ર, જિતેશગિરિ (પટેલ ઇંગ્લિશ સ્કૂલ), રાજેશગિરિ, હરસુખગિરિ, મનીષાબેનના પિતા, ગીતાબેન (દેવીસર), પ્રફુલગિરિ (મેઘનાથ મહાદેવ મંદિરના પૂજારી-માધાપર)ના સસરા, વિનોદગિરિ (માધાપર), શંભુગિરિ (ભુજ), સ્વ. લીલાવંતીબેન વિશ્રામગિરિ (માધાપર), ભાનુબેન ભીમગિરિ (અંજાર), મંગળાબેન માધવગિરિ (માનકૂવા), જયાબેન ધનગર (માધાપર)ના ભાઇ, સ્વ. તારાબેન, વનિતાબેનના જેઠ, રમેશગિરિ, સ્વ. અનિલગિરિ, આનંદગિરિ, જયશ્રીબેન, દક્ષાબેન, માયાબેન, મીનાબેન, ક્રિષ્નાબેનના મોટાબાપા, સ્વ. ગૌતમગિરિ અને સ્વ. જયંતીગિરિના કાકાઇ ભાઇ, સ્વ. વિશનાબેન શંકરગિરિ (રામપર-વેકરા)ના જમાઇ, નયનગિરિ, તુલસીગિરિ, મોહનગિરિ, ખીમગિરિ (રામપર-વેકરા), ભાગીરથીબેન (દેશલપર)ના બનેવી, સત્યમગિરિ અને કસકના દાદા, સ્મિતગિરિ અને સ્નેહગિરિના નાના તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-5-2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન માધાપર-નવાવાસ, ભટ્ટવાડીથી નીકળશે. સાદડી તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી, જૂનાવાસ-માધાપર ખાતે. ઘડાઢોળ તા. 30-5-2024ના ગુરુવારે.

ભુજોડી (તા. ભુજ) : મૂળ વડવા હોથીના જીવાબેન મંગરિયા (.. 82) તે ગાવિંદ ખીમજીના પત્ની, સ્વ. સામાબેન ખીમજી અરજણના પુત્રવધૂ, સ્વ. ધનજીભાઈ (કંડલા)ના ભાભી, સ્વ. ડાયાભાઈ, ગં.સ્વ. દેવલબેન જખુ ગુડાર (જાંબુડી), ગં.સ્વ. હાસુબેન અભુ બુચિયા (જાંબુડી), ગં.સ્વ. મઘીબેન ગાવિંદ બુચિયા (કંડલા), રામીબેન ભોજા બળિયા (ખારીરોહર)ના ભાભી, કરમસી, હીરજી, રતનબેન કરમશી લોંચા (આદિપુર)ના માતા, સ્વ. ઉમરશીભાઈ, થાવર, નાથીબેન વાલજી બળિયા (ભુજ)ના કાકી, સામજી, સ્વ. ભોજાભાઈ, પ્રેમજી, મોહન, હિરૂબેન નાનજી ગોરડિયા (અંજાર), કંકુબેન મહેશ લોંચા (આદિપુર)ના મોટીમા, ભરત, સરત, હેમત, રવિલાલ, સુરજી, રમેશ, જિતેન્દ્ર, રાજેશ, સુરેશ, રમેશ, ઇશાન્ત, નમીન, નક્ષ, માધવ, ગીતાબેન ધનજી ભાટિયા (ભુજોડી), પ્રેમલીલાબેન કાનજી ભદ્રુ (અંજાર), કાન્તાબેન જીતુ ઓઢાણા (આદિપુર), ગીતાબેન દિનેશ બુચિયા (ભુજ), સવિતાબેન ખીમજી પઢિયાર (કઢેરાઈ), દમયંતીબેન કપિલ મકવાણા (બળદિયા), ગીતાબેન હરેશ જેપાર (રાયધણપર), મંજુલાબેન અરાવિંદ સિજુ (ભારાસર), પ્રિયા, સંગીતા, પૂજાના દાદી, સ્વ. સાંગા વીસા જેપાર (ભુજોડી), માવજી વીસા (જાંબુડી)ના બહેન, રામજી સાંગાના ફુઈ, પૂજા, હરેશ, પીયૂષના નાની તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 23-5-2024ના આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 24-5-2024ના સવારે નિવાસસ્થાને મફ્તનગર, ભુજોડી ખાતે.

નારાણપર?(તા. ભુજ) : મૂળ માંડવીના પુષ્કર્ણા બ્રાહ્મણ ચરણદાસ ચંદુલાલ ઉપાધ્યાય (ઉં.. 83) તે ગં.સ્વ. વિરમતીબેન ઉપાધ્યાયના પતિ, સ્વ. કાંતાબેન ચંદુલાલ ઉપાધ્યાયના પુત્ર, સ્વ. પરષોત્તમ ઉપાધ્યાયના ભત્રીજા, સ્વ.ચંદુલાબેન ચત્રભુજ કેવડિયાના જમાઈ, સ્વ. કલાબેન, સ્વ. માધુરી, સ્વ.જટાશંકર, અનસુયાબેન, સ્વ. લાભશંકર, મહેન્દ્રભાઈ, જગદીશભાઈના ભાઇ, ગં.સ્વ. ઉષાબેન, દક્ષાબેન, લતાબેનના જેઠ, શૈલેશ, કિરણબેન, ગીતાબેન, સોનલબેનના પિતા, જયેશ જગજીવન હર્ષ, અરાવિંદ જે. કેવડિયા (એસ.ટી), વિષ્ણુ એસ. કેવડિયાના સસરા, હીરજીભાઈ, હરેશભાઈ, અમૃતભાઈ, સ્વ. ગૌરીશંકર, કનૈયાલાલ, ક્રિષ્નાબેન, ભાનુબેન, ભારતીબેનના બનેવી, સ્વ.ભારતી (જુલી) તથા મીરાબેનના સસરા, સ્વ. ડિમ્પલ, સ્વ. દેવ, પૂજા, મિહિરના દાદા, નેહા, પૂજા, જાનકી, કિશન, આદર્શ, ગૌતમ, ધૃતિના નાના તા. 19-05-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-05-2024 બુધવારના  સાંજે 4.30થી 5.30 વાગ્યે વૈષ્ણવ સમાજવાડી, મહાજન નગર, મેઘપર રોડ, નારાણપર ખાતે બંને પક્ષની સાથે.

 

કલ્યાણપર (તા. ભુજ) : સાડ સાલેમામદ ઓસમાણ (.. 85) તે દાઉદ, ગની, રમજુ, અલી, રજાકના પિતા, હાજી ઓસમાણ, અદ્રેમાન ઓસમાણ, જુમા ઓસમાણના ભાઇ તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-5-2024ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સુખપર-કલ્યાણપર (તા. ભુજ) ખાતે.

સુખપર : મૂળ વિથોણના દલપતરામ કાનજી જોષી (.. 84) તે સ્વ. કાનજી  કાલિદાસના પુત્ર, લીલાવતીબેનના પતિ, સ્વ. મંગળદાસ, સ્વ. રતિલાલ, ભરતભાઇ, મૂળશંકરભાઈના કાકાઈ ભાઈ, સ્વ. શિવજી દલપતરામ જોષી (વાડાસર)ના જમાઇ, સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. હરિપ્રભાબેનના ભાઈ, દીપકભાઈ, સ્વ. નીતાબેન ચંદુલાલ જોશી (ભડલી), જયશ્રીબેન નીલેશભાઈ જોષી (માંડવી), દેવમની (પૂનમ) મહેશભાઈ જોષી (માંડવી), રૂક્ષ્મણીબેન હરેશભાઈ જોષી (રવાપર), સોનલ રાજેશભાઈ જોષી (સુખપર), દક્ષા કેતન જોષી (મુંદરા), વંદના જિગર જોષી (ભુજપર)ના પિતા, નિશાબેનના સસરા, મેગના, મિતના દાદા, જયેશ, રૂપેશ, નયનના મોટાબાપા તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-5-2024ના સાંજે 4થી 6 નિવાસસ્થાન નરનારાયણ નગર કોઠાવાળી  લેવા પટેલ સમાજવાડીની પાછળ, સુખપર જૂનાવાસ ખાતે.

ગળપાદર (તા. ગાંધીધામ) : જાડેજા યુવરાજાસિંહ ભૂપતાસિંહ (.. 37) તે જાડેજા ભૂપતાસિંહ ભીખુભાના પુત્ર, સ્વ. ભરતાસિંહ, સ્વ. ગંભીરાસિંહ, સ્વ. સુખુભાના ભત્રીજા,  જાડેજા નરેન્દ્રાસિંહ, જાડેજા પ્રદીપાસિંહ, જાડેજા જયેન્દ્રાસિંહ, વિરપાલાસિંહ, ધર્મેન્દ્રાસિંહના ભાઈ, દિવ્યરાજાસિંહના પિતા, જયદીપાસિંહ, વીરેન્દ્રાસિંહના મોટાબાપુ તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 27-5-2024ના સોમવારે નિવાસસ્થાને ગળપાદર ખાતે.

લુડવા (તા. માંડવી) : ઊર્મિલાબેન ગાવિંદભાઈ હળપાણી (.. 55) તે ગાવિંદભાઈ દેવજીભાઈ હળપાણીના પત્ની, સ્વ. દેવકાબેન દેવજીભાઈ રામજીભાઈ હળપાણીના પુત્રવધૂ, હાર્દિક, પ્રિયંકાના માતા, ડો. કુલદીપ સી. વેલાણીના સાસુ, અથર્વના નાની, વિજયાબેન લક્ષ્મીચંદ સેંઘાણી (રાયણ), પ્રેમિલાબેન વિશનજી ભગત (ગઢશીશા), સ્વ. વનિતાબેન, જગદીશભાઈના ભાભી, રેખાબેન હળપાણી (નાલાસોપારા)ના જેઠાણી, રોશની, મીતના મોટાબા, કમળાબેન નવીનભાઈ જેઠાભાઈ વેલાણી (દુર્ગાપુર)ના પુત્રી, સ્વ. નવનીતભાઈ વેલાણી, રશ્મિબેન, રેખાબેનના મોટા બહેન, પુષ્પાબેન વેલાણીના નણંદ, દર્શન, કિશન, વૈદિકાના ફઈ તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2024 ને સોમવારે સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી, લુડવા ખાતે.

બાંભડાઇ (તા. માંડવી) : સંગાર હાજિયાણી આસીબાઇ હાજી ઓસમાણ (.. 82) તે આદમ, ઇસ્માઇલ, ઉમરના માતા તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5-2024ના સોમવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, બાંભડાઇ ખાતે.

ભડલી (તા. નખત્રાણા) : મહેશ્વરી વીરાભાઇ (ભજીર) નાથાભાઇ દનિચા (.. 85) તે સ્વ. વલુભાઇ, સ્વ. લધુભાઇના નાના ભાઇ, ધનજી, ભાવનાબેન સની બડિયા (ટુંડા), અરૂણાબેન શંકર બડિયા (ટુંડા)ના પિતા, હાંસબાઇના પતિ, દેવરાજભાઇ, સ્વ. નારાણભાઇ, સ્વ. દાનાભાઇ, લાલજી, ભીમજી, કાનજીના કાકા, ધીરજ, ધર્મેશ, ભારતીબેન જિતેન્દ્ર દેવરિયા (આદિપુર), જશોદાબેન દિનેશ સુડિયા (જૂની સુંદરપુરી), ક્રિષ્નાના દાદા, સ્વ. ભારૂભાઇ થાવર મુછડિયા (ઝુરા)ના જમાઇ, જીવરામ રાણા થારૂ (માસ્તર) (ગાંધીધામ), માવજી વાલા સૂર્યા (સુમરાસર-શેખ)ના સાઢુભાઇ તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન ભડલી ખાતે.

કોટડા-. (તા. નખત્રાણા) : જયાબેન બાથાણી (પોકાર) (.. 82) તે સ્વ. અખઇ ધનજી બાથાણીના પત્ની, ચંદુભાઇ, નવીનભાઇ, મંજુલાબેન મહેશભાઇ દિવાણી (નાગપુર)ના માતા, શામજીભાઇ, નારાણભાઇ, જેન્તીભાઇ (અંબિકા શો મિલ રાયપુર)ના ભાભી તા. 18-5-2024ના (જોરાવરનગર-ગુ.) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 21-5-2024ના સવારે 8થી 9.30 સ્વ. રવિલાલ મેઘજી બાથાણીના નિવાસસ્થાન નવાવાસ, કોટડા?(.) ખાતે.

દેશલપર-ગુંતલી (તા. નખત્રાણા) : નારેજા અલીમામદ સિદ્ધિક (.. 45) તે નારેજા ખતાબાઇના પુત્ર, નારેજા અલ્તાફના પિતા તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-5-2024ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન દેશલપર (ગું.) ખાતે.

બાલાચોડ નાની (તા. અબડાસા) : ભાગબાઇ શંકરલાલ નંદા (.. 90) તે સ્વ. શંકરલાલ ભચુભાઈ નંદાના પત્ની, મંગલદાસ, શિવજી, મૂરજી, રતન, સ્વ. પ્રવીણ, દેવકીબેન લક્ષ્મીદાસ મેંગર (પાટ), પરમાબેન સાધુરામ ધભા (હાજાપર), પુરબાઇ શંભુરામ શેઠિયા (સુડધ્રો), સ્વ. વિરબાઇ શંકરલાલ નંદાના માતા, લક્ષ્મીબેન મંગલદાસ, પાર્વતીબેન શિવજી, કસ્તુરીબેન મૂરજીભાઇ, અરૂણાબેન રતનભાઇના સાસુ, ભારતીબેન કનૈયાલાલ, માયાબેન શંભુરામ, મૈત્રીબેન દીપકભાઇ, પૂજા, જગદીશ, મીત, દીપાલી, દર્શન, ગૌતમ, નિશા, મનીષા, જયશ્રીના દાદી, સ્વ. કેસરબેન ભચુભાઇ ભદ્રા (પાટ), સ્વ. લીલબાઇ વેરશીભાઇ દામા (ઉસ્તિયા)ના ભાભી, સ્વ. હરજીભાઇ ખીયશીભાઇ ભદ્રા (કરૈયા)ના પુત્રી, લક્ષ્મીબેન મેઘજીભાઇ ભદ્રા (કરૈયા)ના બહેન તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2024ના સાજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, બાલાચોડ નાની ખાતે.

પાનધ્રો (તા. લખપત) : ખલીફા હલીમાબાઇ અલીમામદ (.. 86) તે મુસા અલીમામદના માતા, હુસેન જાફર (બરંદા)ના બહેન, સુલેમાન હાજી સેધિક (પાનધ્રો), મુબારક સાલેમામદ (આમારા), ઓસમાણ રમજાન, જુસબ મામદ (નલિયા), ઓસમાણ ઇબ્રાહિમ, અલાના સેધિક (નિરોણા), આદમ રમજાન (રામપર)ના સાસુ તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5-2024ના સોમવારે સવારે 10 કલાકે જામા મસ્જિદ, પાનધ્રો ખાતે.

થાણા (મુંબઇ) : કચ્છી લોહાણા .સૌ. કુસુમબેન (.. 70) તે જગદીશ વિશ્રામ દાવડા (નખત્રાણા હાલે થાણા)ના પત્ની, સ્વ. રુક્ષ્મણિબેન નારાણજી કોટકના મોટા પુત્રી, અવનીના માતા, ભારતી નરોત્તમ રામાણી, દીપિકા નરેન્દ્ર પટેલના બહેન, વિશાલ, ધ્વની, દિશાના માસી તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang