• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : રાજગોર ભારતીબેન (.. 77) (નલિયા સારસ્વતમ કન્યા હાઇસ્કૂલનાં નિવૃત્ત કર્મચારી) તે સ્વ. દયાશંકર શિણાઈના પત્ની, સ્વ. ભચીબેન વેલજીના પુત્રવધુ, સ્વ. મણિબેન દયાશંકર મોતાના પુત્રી, ભાવનાબેન (મુંબઇ), પુનીબેન (ભુજ), ભાવેશ (માંડવી)ના માતા, અરવિંદભાઇ મકવાણા, નેમચંદભાઇ સાવલા, ડિમ્પલબેનના સાસુ, સ્વ. ઝવેરબેન ચન્દ્રકાન્ત (બાબુભાઇ) જોષી, સ્વ. રવિશંકરના ભાભી, સ્વ. ઝવેરબેનના દેરાણી, શંભુભાઇ, રવિશંકર, જયશ્રીબેન રમેશભાઇ નાકરના કાકી, ઉમિયાશંકર, શારદાબેન વૃજલાલભાઇ વેદાંતના બહેન, સુરેશભાઇ, જયશ્રીબેન જિતેન્દ્રભાઇ ગોરના ફઇ, વિશાલ, ચિંતન, વત્સલ (સોનુ)ના દાદી, દિત્યા, મીતાલી, અજય, મિલનના નાની, કમળાબેન ગૌરીશંકર મોતા (કાંડાગરા)ના વેવાણ તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-2-2024ના સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : મંજુલાબેન બી. જેઠી (.. 58) તે ભગવતીભાઇ . જેઠી (ભગવતી હોટલવાળા)ના પત્ની, સ્વ. પુષ્પાબેન અંબાલાલના પુત્રવધૂ, રવિ અને પ્રિયાબેનના માતા, હેતલબેન અને અક્ષરભાઇના સાસુ, સ્વ. અનુભાઇ, ભરતભાઇ, ઉમેશભાઇના નાના ભાઇના પત્ની, જયશ્રીબેન, આશાબેન, કલાબેનના દેરાણી, ગં.સ્વ. ઇન્દિરાબેન ચમનલાલ, સ્વ. ઉર્મિલાબેન (પોટીબેન)ના ભાભી, ઉર્વા અને ધ્યાનાના દાદી, સ્વ. શકુન્તલાદેવી માણેકલાલજી (ઉદયપુર)ના પુત્રી, અરૂણભાઇ (ઉદયપુર), વિમલાબેન ગોવિંદભાઇ જેઠીના બહેન તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-2-2024ના ગુરુવારે સાંજે 5થી 6 જેઠી સમાજવાડી, સુમરા ડેલી પાસે, આશાપુરા રિંગ રોડ ખાતે.

ભુજ : ઘનશ્યામભાઇ  (એલ.ડી.સી. સિનિયર એક્ઝિક્યુટિવ) (.. 38) તે સુશીલાબેન મુકેશભાઇ નથવાણીના પુત્ર, સ્વ. શારદાબેન મથુરાદાસ નથવાણીના પૌત્ર, નમ્રતાબેન (ભુજ ઇંગ્લીશ સ્કૂલ)ના પતિ, ભારતીબેન પ્રદીપભાઇ ઠક્કર (રિક્ષાવાળા)ના જમાઇ, અર્ચનાબેન પ્રતિકભાઇ ઠક્કરના બનેવી, સ્વ. વલ્લભદાસ લીલાધર ખખ્ખર (જામનગર)ના દોહિત્ર, યથાર્થના પિતા, હેતાંશીના મામા, નીરવના ફુવા તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 બી..પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નિર્મલસિંહની વાડી, ભાનુશાલીનગર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : ગં.સ્વ. હિનાબેન (કસ્તૂરબેન) સોનેતા (.. 63) તે સ્વ. હીરાલાલ વેલજી સોનેતાના પત્ની, સ્વ. વેલબાઇ વેલજી જાદવજી સોનેતાના પુત્રવધૂ, ગીતા (ભક્તિ), હિતેન, તુષારના માતા, જયેશભાઇ નારાયણજી સચદે (નલિયા, જય મેડિકલવાળા)ના સાસુ, સ્વ. શાંતિલાલ, જેન્તીલાલ, સ્વ. હરિલાલ, સ્વ. પ્રભુલાલ, મહેન્દ્રભાઇ, નીતિનભાઇ, જયેશભાઇ, જયાબેન ચંદ્રકાન્ત કતિરા, સ્વ. સવિતાબેનના ભાઇના પત્ની, ધૈર્ય, પ્રિન્સ, આધ્યાના નાની, સ્વ. નરશી માધવજી ચોથાણી (છસરા)ના પુત્રી, શંભુલાલ, રસીલાબેન (વાપી), અરૂણાબેન (જરિયા હાલે અમદાવાદ)ના બહેન, પ્રવીણભાઇ, અરવિંદભાઇ, સ્વ. શશિકાંતભાઇ, રાધાબેન, સાવિત્રીબેન (ગાંધીધામ)ના કાકાઇ બહેન તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ વાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે ભાઇઓ તથા બહેનોની સાથે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

આદિપુર : પુષ્કર્ણા બ્રાહ્મણ મહેન્દ્રભાઈ પુરુષોત્તમદાસ જોષી (નિવૃત્ત પાણી પુરવઠા) (.. 63) તે કામિનીબેનના પતિ, મહિમાના પિતા, સ્વ. વિશ્વનાથ, સ્વ. વાસુદેવ, ગં.સ્વ. મણિબેન રમેશભાઈ ઓઝા, વિમળાબેન ગોવર્ધનભાઈ ઓઝા, ગં.સ્વ. પૂનમબેન (નારાયણી) બ્રિજલાલ પણિયાના ભાઈ, અનિલ (નગરપાલિકા), કમલ (એલ.આઈ.સી.), દીપક (સી..), જિતેન્દ્ર (જીતુ), જિજ્ઞેશ (મારાજ)ના કાકા તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ તથા બહેનોની) તા. 15-2-2024ના ગુરૂવારે સાંજે 5.30થી 6 પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજની વાડી, 39, 2-બી, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ સુખપર (રોહા)ના લીલબાઇ રોશિયા (.. 95) તે સ્વ. મૂળજીભાઇ જુમાભાઇ ભગતના પત્ની, રામજીભાઇ, પ્રેમજીભાઇ (નિવૃત્ત વનપાલ), સ્વ. પુનમભાઇ, આત્મારામભાઇ, ભીમજીભાઇ, સ્વ. ડાઇબાઇ નાથાલાલભાઇ ફફલ, માનબાઇ અશોકભાઇ જટ્ટના માતા, પુરુષોત્તમ, ભીમજી, અનિલ, હરેશ, ભરત, પ્રેમ, નીતિન, યોગેશ, ખીમઇબેન, રમીલાબેન, સવિતાબેન, જ્યોતિબેન, પૂજાબેન, કિરણબેનના દાદી તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાળો સંપન્ન થયો છે. સાદડી નિવાસસ્થાન પ્લોટ?નં. 76, કેસરનગર-1, આદિપુર ખાતે.

અંજાર : મૂળ નવી મોટી ચિરઇના ધર્મિષ્ટાબા (.. 49) તે પ્રવીણસિંહ દશુભા જાડેજાના પત્ની, ધર્મવીરસિંહ અને તેજલબાના માતા, નરપતસિંહ દશુભા, ઘનશ્યામસિંહ ઉદેસિંહ, પ્રતાપસિંહ ઉદેસિંહ, મંગળસિંહ, નરેન્દ્રસિંહના નાના ભાઇના પત્ની, મહિપાલસિંહ, નિમિષાબા, કોમલબા, વીજેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, રાજદીપસિંહ, શિવભદ્રસિંહના કાકી, કિશોરબા, કનકબા, પ્રફુલ્લબાના દેરાણી તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2024ના શુક્રવારે સાંજે 5થી 6 ગરબી ચોક, બિલેશ્વર નગર ખાતે. ઉત્તરક્રિયા તા. 19-2-2024ના સોમવારે નિવાસસ્થાને.

ભચાઉ : પ્રવીણાબેન (.. 51) તે મહેતા મહેન્દ્ર દેવજીના પત્ની, સ્વ. મહેતા દેવજી વાલજીના પુત્રવધૂ, સ્વ. રમણીકલાલ અમુલખ સંઘવી (વૌવા)ના પુત્રી, ઇન્દુબેન અનંતભાઇ કોઠારી, ભારતીબેન મહેન્દ્રભાઇ પારેખના ભાભી તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 વર્ધમાન વેલ્ફેર સોસાયટી, ભચાઉ ખાતે.

રાપર : વિનોદગર ભાણગર ગુસાઇ (નિવૃત્ત એસ. ટી કંડકટર, શીતલા માતા મંદિરના પૂજારી) (.. 61) તે સ્વ. શાંતાબેન ભાણગર ગુસાઈના પુત્ર, અમીબેનના પતિ, માનસીબેન (મુંબઈ), કૃતિબેન (રાપર)ના પિતા, સ્વ. પ્રેમચંદભાઈ ઉતમચંદભાઈ મોરબિયાના જમાઈ, સ્વ. વિઠલગર, તુલસીગર, નટવરગરના ભાઈ, રાજભાઈ (મુંબઈ) તથા રમેશભાઈ (રાપર)ના સસરા, જયંતીભાઈ મોરબિયા, ચંદનબેન બાબરિયા, આશાબેન વોરા, રંજનબેન દોશી, લતાબેન વોરા, મીનાબેન વોરાના બનેવી, જીયાના નાના, મનોજગર, ચંદ્રેશગર, અનસૂયાબેન, વિશાલગર, પ્રિયંકા, સ્વ. અલ્પેશગર, પ્રશાંતગરના કાકા તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2024ના બપોરે 3થી 4 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.

કંડલા : (હાલે ગળપાદર) ...સુ. પરેશ કિશોરભાઈ સોલંકી (.. 45) તે કિશોરભાઈ (ભીખાભાઈ), દેવકન્યાબેન (બબીબેન)ના પુત્ર, સ્વ. ડાહ્યાલાલ અને સ્વ. શાંતાબેનના  પૌત્ર, માયા અને હિનાના ભાઈ, મનીષ (વડોદરા) અને ઉમેશ (માધાપર)ના સાળા, અરાવિંદભાઈ, વિનોદભાઈ, સ્વ. કીર્તિભાઈ, ભરતભાઈ, ઉમેશભાઈ, હરેશભાઈના ભત્રીજા, નર્મદાબેન, હંસાબેન, સ્વ. સરલાબેન, નીમુબેન, જયશ્રીબેનના ભત્રીજા, રવિલાલ, પ્રવીણભાઈ, સ્વ. હરસુખભાઈ (અંજાર), સ્વ. જનકબેન મોતીલાલ (માંડવી), સ્વ. રંજનબેન નારણભાઈ (મોરબી)ના ભાણેજ, ભાવના શાંતિલાલ, સંજય, સુનીલ, કેતન, જયેશ, કવિતા, ધારા, ભરત, હિતેશ, અનિલ, અજયના પિતરાઈ ભાઈ, યશ, શ્રેયા, તોરલ, રુદ્રના મામા તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-2-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ગાયત્રી મંદિર હોલ, શકિતનગર, ગાંધીધામ ખાતે.

માધાપર (તા. ભુજ) : અંજનાબેન અરવિંદલાલ વાયડા (શાહ) (.. 80) તે સ્વ. કાશીબેન કરશનદાસના પુત્રવધૂ, સ્વ. અરવિંદલાલ કરશનદાસના પત્ની, સ્વ. જયસુખલાલ, સ્વ. નવનીતલાલ, સ્વ. હીરાબેન (બબુબેન), સ્વ. ગુણવંતીબેન, કુસુમબેનના ભાભી, દેવેન્દ્ર (ભરત), ગીતા, અમિતના માતા, મનીષા, હેમાલી, કીર્તિકુમારના સાસુ, સ્વ. નયન, વિનેશ (અમેરિકા), સીતા (સિંગાપોર), દુલારી, માધુરીના મોટા માતા, સાગર (સચિન), વિશાલ, યશ્વી, પિનાકના દાદી., મીરાંના દાદીસાસુ, સ્તુતિના પરદાદી, સ્વ. હીરાબેન હેમરાજભાઇના પુત્રી, સ્વ. શાંતાબેન, સ્વ. ઝંખનાબેન, ધનજીભાઇ, રમીલાબેનના બહેન તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.

કેરા (તા. ભુજ) : રતનબેન ધનજી ગામી તે ધનજી કુંવરજીના પત્ની, કરસન, જિતેન્દ્ર, ધનુબેન કુરજી કેરાઈ, વનિતા મનસુખ વેકરિયાના માતા, સંજય (મુરલી) કરસન, રવિ જિતેન્દ્રના દાદી તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-2-2024ના શુક્રવારે સવારે 7.30થી 8.30 બહેનો માટે નિવાસસ્થાને અને ભાઈઓ માટે સ્વામીબાપા મંદિર ખાતે.

કોટડા-ચકાર (તા. ભુજ) : કોલી હુરબાઇ વાલા (.. 105) તે બાવલા વાલા, હકુ વાલા, સધિક વાલા, મામદ વાલા, હાજરાબાઇ, હવાબાઇ, લીલાબાઇના માતા, જાનુબાઇ, સકુબાઇ, સ્વ. રોમાબાઇ, મોંગીબાઇ, સ્વ. મમુભાઇ, ખમુભાઇ, મામદભાઇના સાસુ તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. આગરી-ભજનભાવ તા. 19-2-2024ના, પાણી-ઘડાઢોળ તા. 20-2-2024ના સવારે 7.30 વાગ્યે નિવાસસ્થાન કોલીવાસ, કોટડા-ચકાર ખાતે.

મોટા રેહા (તા. ભુજ) : કોલી રાણા સુમાર (.. 40) તે સ્વ. ફાતમાબાઇ સુમારના પુત્ર, શાન્તાબાઇના પતિ, ધનજી, અનિલ, શારદાના પિતા, બિજલ, આમદના ભાઇ તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. આગરી-ભજનભાવ તા. 18-2-2024ના, પાણી તા. 19-2-2024ના સવારે 7.30 વાગ્યે નિવાસસ્થાન કોલીવાસ, મોટા રેહા ખાતે.

માથક (તા. અંજાર) : ડાઇબેન ખોખર (..65) તે દેવજી કરસનના પત્ની, સામજી, દિનેશ, રામીબેન, રાધાબેન, કાન્તાબેન, હિરૂબેન, જયશ્રીબેનના માતા, સ્વ.ખીમજી કરસન ખોખર, વિશ્રામ માલા, રમેશ પુંજા, બાબુ ખેતાના ભાભી, સ્વ. કાંયાભાઈ હભુ લોચાં (આદિપુર)ના પુત્રી, દેવજીભાઈ, લક્ષ્મીબેન પાલુ જેપાર, કાન્તાબેન  પૂનમ જેપાર (વનોરા)ના બહેન, હંસાબેન, ખેગાર હમીર જેપાર (વનોરા), કાનજી નાનજી વારસુર, દિનેશ નાનજી વારસુર(ચુનડી), નારાણ વેલજી ઓઢાણા (આદિપુર), સમીર દામજી જેપાર (રાયધણપર)ના સાસુ, રેખાબેન મુરજી લોચાં, લક્ષ્મીબેન જીતુ જોગુના મોટીમા,વરૂણ, હંશ્વીના દાદીમા, મયુર, નિખિલ, ઉદય, પ્રિતીના નાની, દિનેશ, જગદીશ લોચાના મામી, કાનજી ગાભા જોગુ (અંજાર), નાનજી લાખા વારસુર (ચુનડી), હમીર ભાણા જેપાર (વનોરા), સ્વ. દેવજી ખેતા ઓઢાણા (ગાંધીધામ)ના વેવાણ તા. 14-2-2024 ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા આગરી તા. 16-2-2024ના શુક્રવારે રાત્રે અને પાણી ઘડાઢોળ તા.17-2-2024ના શનિવારે સવારે નિવાસસ્થાને માથક ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : પુરીબેન લિંબાણી (.. 74) તે ગંગારામ નારાણ લિંબાણીના પત્ની, સ્વ. જાનબાઈના પુત્રવધૂ, જીવાબેન મોહનલાલ વાસાણી (વડવા કાંયા), મણિબેન મણિલાલ ભગત (વિરાણી નાની), કરમશીભાઈ, લખમશીભાઈ, શાંતાબેન  શાંતિલાલ પોકાર (માધાપર), હંસાબેન મગનલાલ ચૌધરી (ગાંધીગ્રામ) અને રવિલાલભાઈના ભાભી, પ્રેમિલાબેન, લક્ષ્મીબેન, ચંદ્રિકાબેનના જેઠાણી, નરેશભાઈ, સ્વ. હેમલતાબેન, અનસૂયાબેન, કલ્પનાબેન, રાજેશભાઈ, રમીલાબેન, બીનાબેન, ઉર્મિલાબેન, દિવ્ય અને હિરલના મોટામા, ભાવનાબેન, નીકિતાબેન, શ્રદ્ધાબેન, મહેશભાઈ, રાજેશભાઈ, જગદીશભાઈ, નીતેશભાઈ, અશ્વિનભાઈ, પ્રફુલભાઈ, હાર્દિકભાઈના મોટા સાસુ, સ્વ. ભાણજી મૂળજી વાસાણી (વડવા કાંયા)ના પુત્રી તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-2-2024ના સવારે 8.30થી 12 ઉમિયાનગર પાટીદાર સમાજવાડી, ગઢશીશા ખાતે.

મકડા (તા. માંડવી) : રાશુભા વંકાજી જાડેજા (.. 50) તે વંકાજી કાનજીના પુત્ર, વંજેસંગ, ભુપતસંગના ભાઈ, વંકાજી, મધુભા, હેતુભા, નટુભાના કાકાઈ ભાઈ, દેવુભા, જીવરાજાસિંહ, મહાવીરાસિંહના પિતા તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને અને ઘડાઢોળ (બારશ) તા. 19-2-2024ના સોમવારે.

દેવપર-ગઢ (તા. માંડવી) : હાંસબાઇ નરશીભાઇ રોશિયા તે નરશીભાઇના પત્ની, રમેશ, સ્વ. હિતેષ, નીતાબેન મેગજી માંગલિયા (સામત્રા), પ્રેમિલાબેન માવજી સુંઢા (માનકૂવા)ના માતા, સાવન,  ધ્રુવ, અનિતાના દાદી, ભોઇયા મૂરજી હાજા (મઉં મોટી)ના પુત્રી, વાલજીભાઇ, કરશનભાઇ, નરશીભાઇના બહેન તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

મોટા લાયજા (તા. માંડવી) : ગઢવી મંગા નાગશી કારિયા (.. 81) તે ધનબાઈબેનના પતિ, સ્વ. કરમશી કારિયા તથા સ્વ. ભાણબાઇબેન (ભાડિયા)ના ભાઈ, સ્વ. ગાવિંદભાઈ, માણશીભાઈ (મનુ)ના પિતા, કમશ્રીબેન તથા ક્રિષ્નાબેનના સસરા, ખુશાલ, નિખિલ, ઊર્વી, મીનલ, સેજલના દાદા, કાયાભાઈ, સ્વ. આશારિયાભાઈ, મુરુભાઈ, સ્વ. મેઘરાજભાઈ, રાણબાઇબેનના  કાકા, દૈવીકના પરદાદા તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા માત્ર ગોત્ર પૂરતી, સાદડી તા. 14-2થી 16-2-2024 (3 દિવસ) નિવાસસ્થાને, ગઢવી ફળિયું, મોટા લાયજા ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા લીલાબા પ્રવીણસિંહ (.. 80) તે સ્વ. જાડેજા પ્રવીણસિંહ નારૂભાના પત્ની, જાડેજા નટુભા કલુભાના ભાભી, હોશિયારસિંહ, ઘનશ્યામસિંહ (જી..બી.-પાનધ્રો), દિલીપસિંહના માતા, દેવેન્દ્રસિંહ, સત્યરાજસિંહ, મિતરાજસિંહ, અર્જુનસિંહના દાદી તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા  તા. 23-2-2024ના ભદ્રેશ્વર ખાતે.

ટોડા (તા. મુંદરા) : મૂળ ભલગામડાના ઝાલા જયેન્દ્રસિંહ મંગળસિંહ (.. 49) તે પ્રદ્યુમનસિંહ, બ્રિજરાજસિંહના પિતા, લક્કીરાજસિંહના મોટા ભાઇ, બળવંતસિંહ અણદુભાના ભત્રીજા, સ્વ. જાડેજા મંગુભા, સ્વ. જાડેજા ભરતસિંહ, બાપુભા જખુભાના ભાણેજ, ચૌહાણ બળવંતસિંહ મહોબતસિંહ, અજિતસિંહના બનેવી, જાડેજા બુધુભા ચનુભાના સાળા તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. તા. 16-2-2024ના શુક્રવારે મોટી સદરી, દસાનો, તા. 24-2-2024ના શનિવારે ઉત્તરક્રિયા.

રતડિયા (તા. નખત્રાણા) : ગુંસાઇ પાર્વતીબેન (.. 99) તે વાલગર દયાળગરના પત્ની, જાદવગર, સ્વ. નારાણગર, જવેરબેન (ભુજ), જયાબેન (જામનગર), પ્રવીણાબેન (નખત્રાણા), જશોદાબેન (કાદિયા)ના માતા, કલ્યાણગર, શંભુગર, જેરામગર, દિનેશગર, લાભેશગર, કિશોરગર, નર્મદાબેનના કાકી, નવીનગર, રાજેશગર, મુક્તાબેન, વિજયા, શારદા, લીલા, મંજુલાના મોટીમા, મહેશગર, હીરેનગર, સંજયગર, પરેશગરના દાદી, સાયણના સ્વ. મંગલગર, કલ્યાણપુરીના બહેન તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 15-2-2024ના બપોરે 3થી 4 શિવ મંદિર, રતડિયા ખાતે.

અંગિયા નાના (તા. નખત્રાણા) : રબારી હીરા કચરા (.. 36) તે કચરા ગાભાના પુત્ર, ખેંગાર ગાભા, સ્વ. સોની ગાભા, સ્વ. ખીમા ગાભા, સ્વ. સાંગા ગાભાના ભત્રીજા, મેગા કચરા, પબા કચરા, રામીબેન સેવા માખણા, લાછુબેન નવીન માખણા, દેવીબેન જગાભાઇ (ભુજોડી), હિમાબેન લાખાભાઇ ઉલટ, પાબીબેન રાયમલભાઇ (મોટા અંગિયા)ના ભાઇ, દિવ્યા, પરેશ, ગીતાના પિતા, મેગા વેલા (ભુજોડી)ના જમાઇ, સોમા મેગા, વાસંગ મેગાના બનેવી, હીરા જગમાલ, વંકા જગમાલ, આશા જગમાલ, ગાભા જગમાલ (મોસુના)ના ભાણેજ તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

જાટાવાડા (તા. રાપર) : હાલે થાણા (મહારાષ્ટ્ર) પ્રીતિબેન વિપુલભાઇ ઉદેચા (.. 40) તે વિપુલભાઇ શાંતિલાલ વાલજીભાઇના પત્ની, શાંતિલાલ વાલજીભાઇના પુત્રવધૂ, દિશાંત, ટીશાના માતા, પ્રાણલાલ જેરામભાઇ દક્ષિણીના પુત્રી, રાહુલ, દર્શના અશોકભાઇ મજેઠિયા, નીકિતા અશોકભાઇ પંચાલના બહેન, હુલસીબેનના નણંદ, રોહિત, નિતાબેન સતીશભાઇ કાથરાણી, સંગીતાબેન હાર્દિક ઘેરાઇના ભાભી, જ્યોતિબેન હીરાલાલ ઉદેચા, નયનાબેન વિનોદભાઇ ઉદેચા, ઉર્મિલાબેન પ્રવીણભાઇ ઉદેચાના ભત્રીજાવહુ, સ્વ. નવીનભાઇ, સ્વ. કીર્તિભાઇ, કનુભાઇ, રસિકભાઇ, યોગેશભાઇ હરિલાલ ચંદે (પલાંસવા)ના ભાણેજવહુ, કાંતિલાલ, સુરેશભાઇ ચમનલાલ રાચ્છ (ભચાઉ)ના ભાણેજી તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-2-2024ના શુક્રવારે સાંજે 4થી 5.30 શેઠ એન.કે.ટી. કોલેજ સભાગૃહ, ખારકરઆળી, કલેક્ટર કચેરીની બાજુમાં, થાણે (વેસ્ટ) ખાતે.

લલિયાણા (તા. ભચાઉ) : હાલે ભચાઉ આનંદબા કાકુભા જાડેજા (.. 100) તે સ્વ. જનકસિંહ કાકુભા (નિવૃત્ત પોલીસ કર્મચારી)ના માતા, મહેન્દ્રસિંહ પથુભા જાડેજાના કાકી, ઇન્દ્રજિતસિંહ રતુભાના ભાભુ, વાસુદેવસિંહ, શક્તિસિંહ, યશપાલસિંહ, દિવ્યરાજસિંહના દાદી તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ફૂલવાડી વિસ્તાર, ગાયત્રી મંદિર પાસે, ભચાઉ ખાતે. ઉત્તરક્રિયા તા. 22-2-2024ના ગુરુવારે.

લોદ્રાણી (તા. રાપર) : કિરીટસિંહ જસુભા વાઘેલા (તિલાટ) (.. 62) તે જસુભા ચાંદાજીના પુત્ર, મુકેશસિંહ, હકુમતસિંહના પિતા, મહિપતસિંહ, દશરથસિંહ, ભરતસિંહના ભત્રીજા, ઘનશ્યામસિંહ, શક્તિસિંહ (સરપંચ લોદ્રાણી ગ્રા.પં.), ઘનુભા, સુખુભાના ભાઇ, જાડેજા મલુજી સરદારસંગ (રવ મોટી)ના જમાઇ, દીપરાજસિંહ, ભવ્યરાજસિંહ, ધૈર્યરાજસિંહ, સ્મિતરાજસિંહના દાદા તા. 13-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-2-2024ના શુક્રવારે નિવાસસ્થાને લોદ્રાણી ખાતે.

લખપત  : ખલીફા સિધિકમામદ અલીમામદ (.. 62) તે . હાસમ અલીમામદ અને જુમા અલીમામદના ભાઇ, અનવર, અબ્દુલશકુર, અબ્દુલમતિન (સેફર)ના પિતા, ગુલમામદ હાસમ, ફકીરમામદ હાસમ, મોહમ્મદરશીદ જુમ્માના કાકા, ઇબ્રાહિમ હુશૈન, રમઝાન હુશૈન, ઉસ્માનગની હુશૈનના મામા, નૂરમામદ આધમ, અબ્દુલ આધમ, સિધિક આધમ, સાલેમામદ આધમ, જાનમામદ ઇસ્માઇલ, લતીફ ઇસ્માઇલના કાકા, હુશૈન અબ્દુલ્લાના સાળા તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-2-2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે લખપત ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang