પોર્ટ ઓફ સ્પેન, તા. પ : ઓફ સ્પિનર સાજિદ ખાનની ઘાતક બોલિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધના
બીજી અને અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાનને વિજયનો મોકો છે. ત્રીજા દિવસની રમતના અંતે વિન્ડિઝના
બીજા દાવમાં 6 વિકેટે 103 રન થયા હતા. તે ફક્ત 60 રન આગળ છે અને 4 વિકેટે જ હાથમાં છે. પહેલા દાવમાં 4 વિકેટ લેનાર સાજિદ ખાન બીજા દાવમાં પણ 4 વિકેટ લઇ ચૂક્યો છે. બી ટેસ્ટના ત્રીજા
દિવસે પાકિસ્તાનનો પ્રથમ દાવ 387 રને સમાપ્ત
થયો હતો. આથી તેને 43 રનની પાતળી
સરસાઇ મળી હતી. પાક. કપ્તાન બાબર આઝમ ચાર વર્ષ બાદ સદી કરવાનું ચૂકી ગયો હતો. તે 88 રને રનઆઉટ થયો હતો જ્યારે અબ્દુલ્લાહ
શફીક 323 દડામાં 1પ ચોગ્ગા-3 ચોગ્ગાથી 160 રનની શાનદાર ઇનિંગ રમી આઉટ
થયો હતો. સાજિદ ખાને 30 રનનો ઉપયોગી
ફાળો આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોમેલ વારિકને 6 વિકેટ લીધી હતી. બીજા દાવમાં વિન્ડિઝ ટીમનો કોઇ બેટર ક્રિઝ પર
ટકી શકયો ન હતો. કેવલ હોજે સર્વાધિક 34 રન કર્યાં હતા. સાજિદ ખાને 4 અને અલી ઉસ્માને 2 વિકેટ લીધી હતી. બે મેચની શ્રેણીમાં હાલ વિન્ડિઝ ટીમ 1-0થી આગળ છે.