મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 19 : સમંડાના રાણુભા
સોઢા એ- મૈયા મેરુ ધામ સમંડા કચ્છથી દ્વારકા સુધીની આંખે પાટા બાંધીને પગપાળા યાત્રાનું
નખત્રાણાથી પ્રસ્થાન કર્યું હતું. પ્રસ્થાન પહેલાં શાસ્ત્રી ભરત જોશીએ શાસ્ત્રોક્ત
વિધિ કરી આશીર્વચન પાઠવ્યા હતા. ગૌમાતા અને દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું. રાણુભા
સોઢાની આ યાત્રા પ્રસ્થાનમાં અઢારે વર્ણના લોકો જોડાયા હતા. અખિલ માલદે સેવા ટ્રસ્ટના
પ્રમુખ અને ક્ષત્રિય સમાજના મોભી હમીરાસિંહ સોઢા,
રાપર તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ જસુભા સોઢા, કાનજી કાપડી, નખત્રાણા નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા,
તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ સચદે, ઉખેડા સરપંચ તુષાર
ગોસ્વામી, કરશનજી સોઢા, વીરજી સોઢા,
ચતુરાસિંહ સોઢા, લક્ષ્મણાસિંહ સોઢા, ખનુભા સોઢા સહિતે શુભેચ્છા પાઠવી હતી. સંચાલન લક્ષ્મણાસિંહ સોઢા અને ખનુભા
સોઢાએ કર્યું હતું.