• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

પાકિસ્તાનના બે ટુકડા કરનારા વડાપ્રધાનને વિશ્વ ક્યારેય ભૂલશે નહીં

ભુજ, તા. 19 : પાકિસ્તાનના બે ટુકડા કરી દેશને વિશ્વના ડંકા પર લઈ જનારા ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાનને દેશ તથા વિશ્વ ક્યારેય ભૂલી નહીં શકે તેવું સ્વ. ઈન્દિરા ગાંધીની જન્મ જયંતી પ્રસંગે જણાવાયું હતું. ભુજ કોંગ્રેસ ભવન ખાતે સ્વ. ઈન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે હારારોપણ કરી તેમના તેલીચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જિલ્લા સમિતિના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સાથે જોડાયા હતા. જિલ્લાના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઈન્દિરાજીએ દેશ માટે બલિદાન આપ્યું છે. તેમણે દેશ માટે હરિત ક્રાંતિ, બેંકોનું રાષ્ટ્રીકરણ, અવકાશ સંશોધન, ગરીબી નાબૂદી, કૃષિ ઉત્પાદન વધારવા, આરોગ્ય, શિક્ષણ, રોની સ્થાપના, 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ કરી તેના બે ટુકડા કર્યા હતા. આ કાર્યક્રમમાં ગનીભાઈ કુંભાર, ફકીરમામદ કુંભાર, ઈલ્યાસભાઈ ઘાંચી, ચેતનભાઈ શાહ, હાસમ સમા, મુસ્તાકભાઈ હિંગોરજા, ઘનશ્યાભાઈ સોની, રજાકભાઈ ચાકી, પૂજન ગોર, ચંદ્રાબેન સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા એવું પ્રવક્તા અંજલિ ગોરની યાદીમાં જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd